રીફંડ:લોકડાઉનમાં રદ થયેલી ટ્રેનોની ટિકિટનું બુધવારથી રીફંડ શરૂ

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બુધવારથી લોકડાઉન દરમિયાન રદ થયેલી ટ્રેનોની પીઆરએસ ટિકિટોનું રિફંડ શરૂ કરાશે. રેલ્વેએ 1 જૂનથી 100 ટ્રેનો સાથે તબક્કાવાર સેવાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સ્ટેશનો પર કાઉન્ટર્સની કામગીરી પણ 22 મી મેથી ફરી શરૂ કરાઈ છે.લોકડાઉનને કારણે રદ થયેલી ટ્રેનોની ટીકીટનું રિફંડ ફરીથી શરૂ કરવાનું નક્કી કરાયું છે.

રેલ્વેના પીઆરઓ રવિન્દર ભાકરના જણાવ્યા મુજબ પશ્ચિમ રેલ્વેના મુંબઇ વિભાગ ઉપર, પીઆરએસ કાઉન્ટર્સ 22 મીથી 6 સ્ટેશનો એટલે કે ચર્ચગેટ, મુંબઇ સેન્ટ્રલ, વસઈ રોડ, વલસાડ, સુરત અને નંદુરબાર પર કાર્યરત છે. 22 માર્ચ, 2020 થી 30 જૂન, 2020 ની વચ્ચે રદ થયેલી ટ્રેનોની મુસાફરી માટે પીઆરએસ ટિકિટનું રિફંડ બુધવારથી શિડયુલ મુજબ શરૂ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...