તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Gujarat Government Reduced Testing By 30 Percent, From 1 Lakh And 89 Thousand On April 23 To 1 Lakh And 37 Thousand On May 2

એકાએક કેસમાં 'કૃત્રિમ' ઘટાડો:ગુજરાતમાં સરકારે ટેસ્ટિંગ 30 ટકા ઘટાડી દીધું, 23 એપ્રિલે 1.89 લાખના ટેસ્ટિંગ સામે 2 મેએ 1.37 લાખના જ ટેસ્ટ થયા

સુરત4 મહિનો પહેલાલેખક: સુનિલ પાલડિયા
  • કૉપી લિંક
  • સરકાર ભલે ટેસ્ટિંગમાં ઘટાડો કરે પણ પોઝિટિવ રેટમાં વધારો થતો જાય છે

ગુજરાતમાં કોરોનાના કેસમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે, આ બાબતે તપાસ કરતા જાણવા મળ્યું કે, સરકાર દ્વારા ગુજરાતમાં કરતા ટેસ્ટિંગમાં 30 ટકાનો ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. 23 એપ્રિલે 1.89 લાખના ટેસ્ટિંગ સામે 2 મેએ 1.37 લાખના જ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેના પગલે કેસમાં પણ ઘટાડો નોંધાયો છે. આ રીતે સરકાર કેસમાં ઘટાડો કરી શું કરવા ઈચ્છે છે તે અંગે લોકોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જોકે, લોકોએ કોરોનાને લઈને સાવચેત રહેવાની જરૂર છે.

23 એપ્રિલથી ટેસ્ટિંગમાં ઘટાડો કરાયો
ગત એપ્રિલ મહિનાની 23 તારીખથી ટેસ્ટિંગમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 23 એપ્રિલના રોજ ગુજરાતમાં 1.89 લાખ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેનો પોઝિટિવ રેટ 7.3 હતો. ત્યારબાદ ઉતરોતર ઘટાડો કરવામાં આવ્યો છે. ગત રોજ 2 મેના રોજ 1.37 લાખ લોકોનું જ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેનો પોઝિટિવ રેટ 9.4 આવ્યો હતો. છેલ્લા 10 દિવસમાં જ 52 હજાર લોકોના ટેસ્ટિંગમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

કેસના ઘટાડા સાથે ટેસ્ટિંગમાં ઘટાડો
ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે જેમાં દરરોજ હજારોની સંખ્યામાં લોકો વાઈરસની ઝપેટમાં આવી રહ્યા છે. રાજ્યમાં એપ્રિલ મહિનો ખૂબ જ ભારે રહ્યો છે જેમાં પ્રજાએ પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે ત્યારે એપ્રિલ મહિનાના અંતમાં કોરોના વાઈરસ ધીમો પડ્યો અને તે બાદ મે મહિનાથી તો કેસ ધીમે ધીમે ઘટવા લાગ્યા છે ત્યારે ગુજરાતમાં ટેસ્ટિંગ પણ ઘટ્યું છે.

ટેસ્ટિંગમાં ઘટાડા સામે કેસ વધુ
ગુજરાત એપ્રિલ મહિનાથી જ સતત ટેસ્ટિંગ ઘટાડવાની શરૂઆત કરવામાં આવી છે. એપ્રિલ મહિનામાં 23મી એપ્રિલે જ્યારે 1 લાખ 89 હજાર 902 સેમ્પલના ટેસ્ટ કરાયા હતા ત્યારે 13804 કોરોના કેસ નોંધાયા હતા પરંતુ ટેસ્ટની સંખ્યામાં ઉત્તરોતર ઘટાડો કરવામાં આવ્યો અને મહિનાના અંતે 30 એપ્રિલે 169352 ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા, અને ઓછા ટેસ્ટ થયા હોવા છતાં સૌથી વધુ 14,605 કેસ નોંધાયા હતા.

બપોર બાદ ટેસ્ટિંગ બંધ કરી દેવામાં આવ્યું
શહેરોમાં કોરોના વાઈરસના ટેસ્ટ માટે ડોમ ઊભા કરી દેવામાં આવ્યા છે. તેમાંથી મોટા ભાગના ડોમ બપોર બાદ બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે હેલ્થ સેન્ટરમાં પણ બપોરે 12 વાગ્યા બાદ ટેસ્ટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. આ સાથે કોઈ તકલીફ ન હોય તો ટેસ્ટ પણ કરવામાં આવ્તો નથી. રાજ્યમાં ટેસ્ટિંગ કીટ ઓછી નથી એવા તંત્ર દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે ટેસ્ટની સંખ્યામાં કેમ સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે તેના પર સવાલ ઊભા થાય છે.

પહેલા કરતાં કેસ ઘટ્યા
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં કોરોનાના 12978 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 153 લોકોના મોત નીપજ્યા છે. આ સાથે જ 11146 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 440276 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 153 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 7508 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. રાજ્યમાં હાલ 722 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,46,818 પર પહોંચ્યો છે.