માંગ:‘કટ-પોલિશ્ડ હીરામાં આયાતી ડ્યુટી 7.5%થી ઘટાડી 2.5% કરો’

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • GJEPCએ કેન્દ્ર સરકારને આગામી બજેટ અંગે સૂચનો મોકલ્યાં
  • જ્વેલરી પાર્ક સ્થાપવા​​​​​​​ માટે પીએમ મિત્રા પોલિસીનું વિસ્તરણ જરૂરી

હીરા-રત્નો પરની આયાતી ડ્યુટી 7.5થી ઘટાડીને 2.5 કરવામાં આવે, જેમસ્ટોન માટે જોબવર્ક પોલિસી રજૂ કરાય, ઈ-કોમર્સમાં 2 ટકાના દરે ઈક્વલાઈઝેશન લેવી વસૂલવામાં આવે છે. ડાયમંડ સેક્ટર પર ઈક્વલાઈઝેશનનો બોજ ન આવે તે માટે યોગ્ય સુધારા કરાય.’ આગામી 21 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ 2022-23 જાહેર થાય તે પહેલાં સરકારે જીજેઈપીસી (જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ) પાસે સૂચનો મંગવ્યા છે. જેમાં જીજેઈપીસીએ ઉપરોક્ત સૂચનો મોકલ્યાં છે.

GJEPCએ સરકારને આ સૂચનો મોકલ્યાં

  • ફોરેન માઈનિંગ કંપની (FMC) માટે SNZમાં રફ હીરાના વેચાણ પર ટર્નઓવર લિંક્ડ ટેક્સ રેટ દાખલ કરો, FMC ટર્નઓવર ટેક્સ ચૂકવશે જે 0.16 ટકા (બેલ્જિયમના દર) કરતાં વધુ ન હોય.
  • સનસેટ ક્લોઝના વિસ્તરણ તરીકે સેઝમાં જેમ્સ અને જ્વેલરી એકમો માટે કોર્પોરેટ આવક પર 25થી 15 ટકા ઘડાવામાં આવે.
  • રફ કલર જેમ સ્ટોન પર 0.50 ટકાની મૂળભૂત કસ્ટમ ડ્યુટી નાબૂદી
  • કીમતી ધાતુઓ સોના-ચાંદી-પ્લેટિનમ પરની ઈમ્પોર્ટ ડ્યુટી 7.5 ટકાથી ઘડાડીને 4 ટકા કરાય.
  • સોનાના દાગીનાની નિકાસ માટે GST રિફંડની જેમ EDI સિસ્ટમ દ્વારા રેટ અને ટેક્સ રિફંડ મિકેનિઝમ દાખલ કરવામાં આવે
  • જ્વેલરી પાર્ક સ્થાપવા ટેક્સટાઈલ પાર્ક માટે જે પીએમ મિત્રા પોલિસી છે તેનો વિસ્તાર કરાય.
  • જેમ્સ-જ્વેલરીના ઈ-કોમર્સ દ્વારા વ્યવસાયના પ્રચારને લગતાં નિયમો ઘડવામાં આવે. જેમ કે, કૂરિયર દ્વારા એક્સપોર્ટની એસઓપી, ગુડ્સ રિટર્નની ફેસિલિટી, પોસ્ટ મારફત એક્સપોર્ટ વગેરે.
અન્ય સમાચારો પણ છે...