કાર્યવાહી:સુરતમાં BUC અને ફાયર NOC વગર ધમધમતી 586 બિલ્ડીંગ પર લાલ આંખ, મોટા વરાછા-અડાજણમાં બે શોપિંગ કોમ્પલેક્સ સીલ

સુરતએક મહિનો પહેલા
પાલિકા દ્વારા ફાયર એનઓસી સહિતના દસ્તાવેજોને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે.
  • હોસ્પિટલ અને કોમર્શિયલ બિલ્ડીંગ પર કાર્યવાહીની ઝુંબેશ તેજ કરાઈ

સુરત શહેરમાં 586 બિલ્ડિંગ બીયુસી વગર ધમધમી રહી છે. આ મિલકતોમાં મુખ્યત્વે કોમર્શિયલ અને હોસ્પિટલનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારે બીયુસી વગર ચાલતી તમામ કોમર્શિયલ મિલકત અને હોસ્પિટલ સીલ કરવાની કામગીરી શરૂ કરી દીધી છે.

મોલના દરવાજા પર જ સીલ મારી નોટિસ લગાવવામાં આવી છે.
મોલના દરવાજા પર જ સીલ મારી નોટિસ લગાવવામાં આવી છે.

સિલિંગની કામગીરી
સુરત પાલિકાએ બીયુસી અને ફાયર એનઓસી વગર ધમધમતા કોમર્શિયલ બિલ્ડિંગ સીલ કરવા મોટા પાયે ઝુંબેશ હાથ ધરી હતી. મોટા વરાછા અને અડાજણ ખાતે બે શોપિંગ કોમ્પ્લેક્સ સીલ કરી દીધા હતા. દરેક ઝોનમાં મોટા પાયે ઝુંબેશ હાથ ધરવામાં આવતા બીયુસી અને ફાયર એનઓસી વગર ચાલતા કોમર્શિયલ બિલ્ડિંગને તાત્કાલિક અસરથી સીલ મારવા રાજ્ય સરકારે આદેશ આપ્યો છે. આ મુદ્દે આગામી દિવસોમાં ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.રાજ્ય સરકારે આ મુદ્દે દરેક મહાનગરના અધિકારીઓની એક બેઠક બોલાવી છે.આ તમામ કવાયત વચ્ચે આજથી શહેરમાં સીલિંગ કામગીરી કરવામાં આવી છે .

પાલિકા દ્વારા કાર્યવાહી કરીને સીલ મારવાની કામગીરી કરવામાં આવી છે.
પાલિકા દ્વારા કાર્યવાહી કરીને સીલ મારવાની કામગીરી કરવામાં આવી છે.

30 હોસ્પિટલ સીલ કરાઈ
અત્યાર સુધીમાં 145 હોસ્પિટલને આંશિક સીલ કરાઈ છે. બીયુસી અને ફાયર એનઓસી વગર ચાલતી હોસ્પિટલો વિરુદ્ધ સીલિંગ કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં 115 હોસ્પિટલને આંશિક સીલ મારવામા આવ્યા હતા. આજરોજ 30 હોસ્પિટલને સીલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લેતા હોય તે ભાગ છોડીને બાકીના ભાગને સીલ મારવામાં આવ્યા હતાં. શહેરમાં 14થી વધુ હોસ્પિટલ બીયુસી વગર ચાલી રહી છે. આ તમામ હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવશે.