કાર્યવાહી:ગોડાદરામાં 2 બાયોડીઝલ પંપ પર રેડ, 14 લાખનો માલ જપ્ત

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 સામે 2 અલગ-અલગ ગુના દાખલ

ગોડાદરામાં બે અલગ-અલગ વિસ્તારમાં ધમધમતા બાયોડિઝલ પંપ પર પોલીસે છાપો મારી 1,200 લીટરથી વધુ બાયોડિઝલ જપ્ત કર્યું વધુમાં ૧૪ લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગોડાદરામાં દેવધગામ રોડ પર બાવીસી ફળીયા પાસે ધમધમતા બાયોડિઝલ પર પંપ પર રેડ કરતાં 430 લીટર બાયો ડિઝલ ઉપરાંત 9 ટાંકીઓ, મટીર પંપ,પાઇપ,મોટર, થર્મોમીટર સહિત 2.03નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે આરોપીઓ સુધીરભાઈ વાઘમસી (રહે. પરવત ગામ),દિલીપ ગુર્જર(રહે. ગોડાદરા), ધીરુભાઈ કાતરિયા(રહે. ગોડાદરા) અને અશોક બલદાણીયા(રહે. ગોડાદરા) અર્જુન અને અસ્લમ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેવી જ રીતે પરવત-મગોબ ઓવર હેડ પાંણીની ટાંકી સામે, આરટીડબ્લ્યુ બિલ્ડિંગની બાજુમાં સિદ્ધી વિયાનક ટેક્સટાઈલ માર્કેટની ખુલામાં ધમધમતા બાયોડિઝલ પંપ પર છાપો મારી 10,800 લીટર બાયોડિઝલ ઉપરાંત ટેંકર, ટાંકીઓ,મીટર, મોટર મળીને કુલ 12.03 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે આરોપીઓ જનક નાગેશ્રી(રહે. ગોડાદરા),રાજ કાતરિયા(રહે.ગોડાદરા),સુમિત નાગેશ્રી(રહે. ગોડાદરા) અને રથીનભાઈ નામના વ્યકિત વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપી જનક અને સુમિત સગા ભાઈઓ છે. પોલીસે તમામ સામે કાર્યવાહી હાથ ધરી છે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...