તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂની મહેફિલ:અલથાણના બાલાજી બંગ્લોઝમાં મધરાત્રે દારૂની મહેફિલ પર રેડ, 10 વેપારી પકડાયા

સુરત3 મહિનો પહેલા
દારૂની મહેફિલ માણતા પકડાયેલા વેપારીઓને પોલીસ મથકે લવાયા હતા
  • એક આર્કિટેકે પોતાના ઘરે મિત્રોને બોલાવી પાર્ટી યોજી હતી, પોલાીસે દરોડો પાડતાં ભાગદોડ
  • બંગલામાંથી 3 દારૂની બોટલો અને હુક્કા સહિતનો સામાન પોલીસે કબજે કર્યો

અલથાણમાં મધરાત્રે એક બંગલામાંથી પોલીસે દારૂ મહેફિલ પકડી પાડી છે.ખટોદરા પોલીસના હે.કો.મહેશ ચૌધરી અને પો.કો.ધર્મન્દ્રસિંહ ડોડીયાને બાતમી મળી હતી કે, અલથાણ સેકન્ડ વીઆઈપી રોડ પર બાલાજી બંગ્લોઝના એક બંગલામાં દારૂની મહેફિલ ચાલે છે. જેના આધારે શુક્રવારે મોડીરાત્રેે પોલીસે બંગલામાં રેડ કરતા 10 વેપારીઓ દારૂની મહેફિલ માણતા પકડાયા હતા.

પોલીસે બંગલામાંથી 3 દારૂની બોટલો અને એક હુક્કો, સહિતનો સામાન કબજે કર્યો હતો. બંગલામાં ભાડેથી રહેતા આર્કિટેક ધ્રુપદ રાઠોડે મિત્રો સાથે દારૂની પાર્ટીનું આયોજન કર્યું હતું. મોડીરાત્રે ખટોદરા પોલીસે ફરિયાદ લેવાની તજવીજ શરૂ કરી છે. પકડાયેલા આરોપીઓ આર્કિટેક, કાપડ વેપારી, ફોટોગ્રાફી, સહિતના અલગ અલગ વેપાર ધંધાઓ સાથે સંકળાયેલા છે.

મહેફીલમાં પકડાયેલાના નામોની વિગતો

  • ધ્રુપદ જયંતીભાઇ રાઠોડ(36) –આર્ટીટેક(રહે, બાલાજી બંગ્લોઝ, સેકન્ડ વી.આઇ.પી રોડ)
  • ચારુલ જીતેંદ્ર બારોટ(32)- નોકરી(રહે, અમીકુંજ સોસા,ઘોડદોડ રોડ)
  • રુશી હિતેશકુમાર શાહ(30) -પ્રીંટીંગ પ્રેસ(રહે, એલ.બી.પાર્ક, ઘોડદોડ રોડ)
  • વત્સલ પારસ ઓઝા(30)-નોકરી(રહે, સાંઇવિહાર રો હાઉસ, અડાજણ)
  • અભિષેક પંકજ ભાઇ શાહ(28)- વેપાર(રહે,સ્વીટ હોમ એપા. ઘોડદોડ રોડ)
  • જય હિતેંદ્રભાઇ દેસાઇ(31)-નોકરી(રહે,સન્નીવાસ ફ્લેટ, ઘોડદોડ રોડ)
  • આશીષકુમાર ભગવતીલાલ થેમસે(49)-નોકરી(રહે, નેસ્ટવ્યુહ એપાટ, અલથાણ)
  • હીરેન અમૃતલાલ ભગવાગર(36)-દલાલી(રહે, બેજનજી કોટનજી ચાલ,નાનપુરા)
  • નીશાંત અનીલકુમાર મશરુવાલા(30) ફોટોગ્રાફી(રહે,અંબાનગર,સુરત)
  • વિષ્ણુ ભુપેન્દ્રભાઈ મશરુવાલા(32)-ટેક્ષટાઇલ્સ(રહે,ઓરોવીલ સોસા,ભટાર)
અન્ય સમાચારો પણ છે...