તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આાંદોલનની ચીમકી:સુરત સહિત ગુજરાતમાં શાળા, કોલેજ, યુનિવર્સિટી અને જાહેર ગ્રંથાલયમાં ગ્રંથપાલની ખાલી જગ્યાઓમાં ભરતી કરવા માંગ

સુરત18 દિવસ પહેલા
 • કૉપી લિંક
બેનરો સાથે વિરોધ નોંધાવ્યો. - Divya Bhaskar
બેનરો સાથે વિરોધ નોંધાવ્યો.
 • મહાત્મા મંદિરથી નવા સચિવાલય સુધી દંડવત કરતા શિક્ષણમંત્રીને આવેદન પત્ર આપશે

ગુજરાતમાં છેલ્લા 23 વર્ષથી શાળા, કોલેજ, યુનિવર્સિટી અને જાહેર ગ્રંથાલયમાં ગ્રંથપાલની ખાલી જગ્યા ભરવા માટે ગ્રંથપાલ બેરોજગાર મંચ દ્વારા માંગ કરવામાં આવી છે. સુરત ખાતે વિશાળ સંખ્યામાં ગુજરાતના લાઇબ્રેરીયનો મળીને આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

વિશ્વ બેરોજગાર દિવસે આવેદન પત્ર અપાશે
છેલ્લા 10 વર્ષમાં 75 આવેદનપત્ર શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રીને આપ્યા છતાં ભરતી ન કરતા ગ્રંથપાલ બેરોજગારનું આંદોલન ગ્રંથપાલ બેરોજગાર મંચ દ્વારા વિરોધ નોંધાવવામાં આવશે. સુરત ખાતે વિશાળ સંખ્યામાં ગુજરાતના લાઇબ્રેરીયનો મળીને સરકાર સામે છેલ્લા 23 વર્ષથી ગુજરાત સરકાર દ્વારા સરકારી શાળા, કોલેજ, યુનિવર્સિટી અને જાહેર ગ્રંથાલયો માં ગ્રંથપાલની ભરતીના કરવાથી વિરોધ નોંધાવ્યો અને ભવિષ્યમાં મોટું આંદોલન કરવાની ચીમકી આપી છે. હવે ટૂંક સમયમાં ભરતી નહીં આવે તો આગામી વિશ્વ બેરોજગાર દિવસે અને વડાપ્રધાન મોદીના જન્મદિવસના રોજ મહાત્મા મંદિરથી નવા સચિવાલય સુધી શિક્ષણમંત્રીને દંડવત (સૂતા સૂતા) આવેદન પત્ર આપશે તેવો નિર્ણય ગ્રંથપાલ બેરોજગાર મંચે કર્યો છે.

75 વખત શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી ચૂક્યા
ગ્રંથપાલ બેરોજગાર મંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 23 વર્ષથી સરકારી શાળા, કોલેજ, યુનિવર્સિટી અને જાહેર ગ્રંથાલયમાં ગ્રંથપાલની ખાલી જગ્યાઓ ભરવામાં આવી નથી. છેલ્લા 10 વર્ષમાં બધા લાઇબ્રેરીયન્સ ભેગા થઈને 75 વખત શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યા છતાં ભરતી ન કરતા ગ્રંથપાલ બેરોજગારનું આંદોલન છે. NIRF કિંગમાં પ્રથમ 10 ક્રમાંકમાં ગુજરાતની એક પણ સરકારી શૈક્ષણિક સંસ્થાનો સમાવેશ થયેલ નથી. શું આ ગુજરાત મોડલ હોય શકે? NNK રિપોર્ટ (03/04/2017) પ્રમાણે ગુજરાત રાજ્યમાં 5600 કરતા પણ વધારે શાળાઓમાં લાઇબ્રેરીયનની જગ્યાઓ ખાલી છે. તો કેવી રીતે વાંચસે ગુજરાતનું બાળક અને શું હશે એનું ભવિષ્ય?

ગુજરાતની સ્થિતિ

 • ગુજરાતની અનુદાનિત કોલેજમાં ગ્રંથપાલની 357માંથી 260 જગ્યા ખાલી
 • સરકારી કોલેજમાં 115માંથી 57 જગ્યા ખાલી (50%)
 • શાળા ગ્રંથાલયોમાં 5600 જગ્યા ખાલી
 • 28 સ્ટેટ યુનિવર્સિટીમાંથી માત્ર બેજ યુનિવર્સિટીમાં ગ્રંથપાલ છે બાકી 26માં હંગામી ધોરણે ચલાવે. ગુજરાત ( 28- સ્ટેટ યુનિ. + 47 પ્રાઇવેટ યુનિ. + 1 સેન્ટ્રલ યુનિ. + 3- ડીમ યુનિ.) Ref: https://ugc.ac.in
 • મેડિકલ કોલેજમાં ગ્રંથપાલની 95% જગ્યા ખાલી
 • એન્જિનિયરીંગ કોલેજ માં ગ્રંથપાલની 100% જગ્યા ખાલી
 • આયુર્વેદમાં કોલેજમાં 70% જગ્યા ખાલી
 • જાહેર ગ્રંથાલયમાં 80% જગ્યા ખાલી
 • સેન્ટ્રલ લાયબ્રેરીમાં ગ્રંથાલય નિયામકની જગ્યા ખાલી
 • દરેક સરકારી યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ લાયબ્રેરીયન અને ડેપ્યુટી લાયબ્રેરીયન અને ટેકનીકલ જગ્યાઓ ખાલી