તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:41 ફાયર ઓફિસરોની ભરતી, 3 દિવસ સીલિંગ કામગીરી બંધ

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છ વર્ષ પછી ભરતી, ઇન્ટરવ્યુ 7 અને 8 જૂને લેવાશે
  • 11 સબ ઓફિસરની જગ્યા, માર્શલ માટે 450 અરજીઓ આવી

ફાયર સેફ્ટીના અભાવે હોસ્પિટલો, સ્કૂલો, માર્કેટો, ઇમારતોમાં ચાલતી સીલિંગની કામગીરી પર 3 દિવસ બ્રેક લાગી છે. 6 વર્ષ પછી ફાયર ઓફિસર અને લીડર માર્શલની 7 અને 8 જૂનના રોજ ભરતી પ્રક્રિયા થશે. હાઇકોર્ટના આદેશને પગલે સુરત પાલિકાએ છેલ્લા 10 દિવસથી હોસ્પિટલો,સ્કૂલ, માર્કેટો તેમજ વિવિધ ઇમારતોમાં ફાયર સેફ્ટીના અભાવે સિલિંગ કાર્યવાહી હાથ ધરી હતી.

જો કે શનિવારથી ફાયર ઓફિસર અને લીડર માર્શલની ભરતીની તૈયારીમાં લાગી જતાં આગામી 3 દિવસ સુધી સિલિંગ કામગીરી બંધ રહેશે. 7 જૂનના રોજ ફાયર ઓફિસર અને 8 જૂનના રોજ લીડર માર્શલની જગ્યા માટે ઉમેદવારના ઇન્ટરવ્યુ લેવાશે. ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર બસંત પરિકે જણાવ્યુ હતું કે,‘સબ ઓફિસરોની 11 અને લીડર માર્શલની 41 જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. માર્શલો માટે 450 અરજીઓ પ્રાપ્ત થઇ છે. યોગ્ય લિસ્ટિંગ કરીને ઉમેદવારોની પસંદગી કરાશે.’

નવા વિસ્તારોમાં હોસ્પિટલના સરવેની કામગીરી પણ ઘોંચમાં પડે તેવી સ્થિતિ!
કમિશનર બંછાનિધિ પાનીએ ગત બેઠકમાં એનઓસી વગરની હોસ્પિટલો, માર્કેટો, ઇમારતોને સીલ કરવા તેમજ નવા વિસ્તારોમાં હોસ્પિટલોનો સરવે કરી બીયુસી તેમજ રજિસ્ટ્રેશન ન હોય તો કાર્યવાહી કરવા માટે આદેશ કર્યો હતો. આ અંગેની જવાબદારી ઇન્ચાર્જ ડે.ચીફ ફાયર ઓફિસર માખીજાનીને સોંપવામાં આવી છે.

પરંતુ ઇન્ચા.ડે.સીએફઓ પાસે કામનું ભારણ વધુ છે તેમજ હાલ ઇન્ટરવ્યુની પ્રક્રિયામાં હોય નવા વિસ્તારોનો સરવે સહિતની કાર્યવાહી ડી.ઓ.ને સોંપવામાં આવે તેમ જણાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...