તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:રિકવરી રેટ ડિસે.માં 2.29% વધી 95.43%, વધુ 156 કેસ, 2નાં મોત

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • મંગળવારે શહેર-જિલ્લામાં 166 લોકોએ કોરોનાને હરાવ્યો
 • કુલ પોઝિટિવ કેસ 49134 અને કુલ મૃતાંક 1125 થયો

શહેરમાં 120 અને જિલ્લામાં 36 કેસ સાથે મંગળવારે કોરોનાના વધુ 156 કેસ પોઝિટિવ નોંધાતા કુલ સંખ્યા 49134 થઈ છે. મંગળવારે વધુ બે દર્દીના મોત નિપજ્યા છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 1125 થઈ ગયો છે. મંગળવારે શહેરમાંથી 129 અને જિલ્લામાંથી 37 મળી 166 કોરોના દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 46892 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે.

કોરોનાના મૃતકોની ઉંમર 57 અને 72 વર્ષ
મંગળવારે િંલબાયાત વિસ્તારમાં રહેતા 72 વર્ષીય વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને સારવાર માટે 15 ડિસેમ્બરે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મંગળવારે મોત નિપજ્યું હતું. તેવી જ રીતે જિલ્લામાં પાસોદરા ના 57 વર્ષીય આધેડનું પણ કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

85 વર્ષીય વૃધ્ધાએ 10 દિવસમાં માત આપી
સારોલી ગામના 85 વર્ષીય અંબાબેન કાનજીભાઈ પટેલે સિવિલમાં 10 દિવસની સારવાર બાદ કોરોનાને માત આપી છે. અંબાબેને જણાવ્યું કે ‘મને તાવ આવતાં જમાઈ દીકરી પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા હતા. દવા લેવાથી સારૂ થઈ ગયા બાદ ફરી તાવ આવતા તપાસમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. તબિયત બગડતાં મને બેભાન અવસ્થામાં સિવિલમાં દાખલ કરાઈ હતી. સિવિલના તબીબોએ મને 10 દિવસમાં સાજી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો