તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:શહેર જિલ્લામાં રિકવરી રેટ 14 દિવસ બાદ ફરી વધીને 94.01%

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાના વધુ 222 કેસ, 2 દર્દીના મોત, 268 સાજા થયા

શહેરમાં 191 અને જિલ્લામાં 31 કેસ સાથે સોમવારે કોરોનાના વધુ 222 કેસ પોઝિટિવ નોંધાયા છે. કુલ કેસની સંખ્યા 45364 થઈ છે. સોમવારે શહેરમાંથી વધુ બેના મોત સાથે કુલ મૃતાંક 1077 થયો છે. સોમવારે શહેરમાંથી 214 અને જિલ્લામાંથી 54 મળી 268 દર્દીઓએ કોરોનાને માત આપી સાજા થયા છે. આ સાથે અત્યાર સુધીમાં 42651 દર્દીઓ સાજા થઈ ચુક્યા છે. પોઝિટિવ કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારાને પગલે એક્ટિવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. સોમવારે ઘટાડા સાથે એક્ટિવ કેસ 1636 થયા છે. જ્યારે રીકવરી રેટ પણ 14 દિવસ બાદ ફરી વધીને 94.01% થયો છે.

અનેક વિદ્યાર્થીઓ અને વેપારીઓ સંક્રમિત
શહેરમાં સોમવારે કાપડના વેપારી, યાર્નના વેપારી, બેંક કર્મચારી, એમ્બ્રોઈડરી કારખાનેદાર સહિત અનેક કોરોના સંક્રમીત થયા છે. જેમાં સાઉથ વેસ્ટ ઝોનમાં 5 કાપડના વેપારી, એમ્બ્રોઈડરી કારખાનેદાર, બેંક કર્મચારી, 3 વિદ્યાર્થી, ડેન્ટીસ્ટ, વેસ્ટ ઝોનમાં ઈન્ટિરિયર શોપ માલીક, યાર્ન વેપારી, બેગ શોપના માલીક, વિદ્યાર્થી, ઈસ્ટ ઝોનમાં રત્નકલાકાર, એડ્વોકેટ, સેન્ટ્રલ ઝોનમાં એલઆઈસી એજન્ટ, સાઉથ ઈસ્ટ ઝોનમાં કાપડ દલાલ, જમીન દલાલ, વિદ્યાર્થી, નોર્થ ઝોનમાં પીઓપીના વેપારી, ટેક્ષટાઈલ માર્કેટના કર્મચારી, વિદ્યાર્થી, સાઉથ ઝોનમાં કલરટેક્ષના કર્મચારી, એલ એન્ડ ટીના કર્મચારી અને 2 આરોપીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

શહેરમાં વધુ બે કોરોના પોઝિટિવ દર્દીનાં મોત
શહેરમાંથી સોમવારે વધુ બે કોરોના પોઝિટિવ દર્દીના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. જેમાં વેસુ વિસ્તારમાં રહેતા 55 વર્ષીય મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ 29મીએ વિનસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સોમવારે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. તેવી જ રીતે બાલાપીર વિસ્તારમાં રહેતા 71 વર્ષી વૃદ્ધાનું પણ કોરોનાની સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો