તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:માસ્ક વગરના પાસેથી 1000ના દંડની વસૂલી, 2.42 લાખનો દંડ

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
મિની બજારમાં શનિવારે માસ્ક પહેર્યા વગરના બાઈકચાલકોને પોલીસ દંડ કરતી હતી ત્યાં પણ લોકો જોવા ટોળે વળી જતા હતા. - Divya Bhaskar
મિની બજારમાં શનિવારે માસ્ક પહેર્યા વગરના બાઈકચાલકોને પોલીસ દંડ કરતી હતી ત્યાં પણ લોકો જોવા ટોળે વળી જતા હતા.
  • 47 પાનના ગલ્લાઓ બંધ કરાવી 11,600 દંડ વસૂલાયો

મહાપાલિકાએ શનિવારથી માસ્ક ન પહેરનારા પાસેથી 1 હજારના દંડની પઠાણી વસૂલાત શરૂ કરવી પડી છે. કોરોના વધે છે તેથી માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટંન્સીગ અંગેની જાહેરાતો-અપીલો કરવા છતાં લોકો ગાઈડલાઈનનું પાલન કરતાં નથી.

ખાસ કોરોના રોકવા માટે માસ્ક ખુબજ મહત્ત્વનું હોવા છતાં કેટલાક લોકો પહેરતાં ન હોય શહેરના વિવિધ વિસ્તારોમાં માસ્ક ન પહેરવા બદલ કુલ 242 વ્યક્તિ પાસેથી 2,42,500 નો દંડ વસૂલ કરાયો છે. વિવિધ ઝોન વિસ્તારોમાં 47 પાનના ગલ્લાઓ પર એસઓપીનું પાલન નહી થતું હોવાનું જણાતા બંધ કરાવી દેવાયા છે તથા 11,600નો દંડ પણ વસૂલાયો છે.

અન્ય સમાચારો પણ છે...