તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:શહેરમાં રેકર્ડબ્રેક 501 કેસ, 4 મોત ત્યારે પાલિકા-પોલીસ કહે છે માસ્ક નહીં પહેરો તો દંડ નહીં લેવાય!

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • નેતાઓની બંધબારણે ચર્ચા, હાઇકોર્ટનો નિર્ણય છે એટલે દંડ લેવો પણ સખ્તાઇ કરવી નહીં
 • હીરાના વેપારીઓની મિટિંગમાં દંડ નહીં લેવાની જાહેરાત કરી
 • સાંજે કમિશનરે કહ્યું પહેલા સમજાવીશું, પછી દંડ લઇશું

સુરતમાં ગુરુવારે કોરોનાના રેકર્ડબ્રેક 501 કેસ નોંધાયા હતા, જ્યારે 4 દર્દીના મૃત્યુ થયા હતા. 4 મહિના પછી મૃત્યુઆંકમાં પણ વધારો થયો છે. જ્યારે જિલ્લામાં 127 મળી શહેર-જિલ્લામાં કુલ 628 કેસ મળ્યા છે. ત્યારે પાલિકા બુદ્ધિનું દેવાળું ફુંકતી હોય તેવું ચિત્ર ઉભુ કર્યું છે. ડાયમંડના વેપારીઓ સાથેની મિટિંગમાં મેયર, પાલિકા કમિશનર અને પોલીસ કમિશનર હાજર હતા, ત્યારે માસ્કના મુદ્દે દંડ નહીં લેવાની જાહેરાત કરી હતી. જોકે દિવસભર આ મુદ્દો મેયરના નામે ચગ્યો હતો. પોલીસના એક અધિકારીએ પણ વીડિયો જારી કરી હવેથી માસ્કનો દંડ લેવાના બદલે લોકોને સમજાવી માસ્ક પહેરાવવાની વાતો કહી હતી.

આ મુદ્દે મોડી સાંજે પાલિકા કમિશનરને પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે હાઇકોર્ટનો નિર્ણય છે એટલે કોઇ ફેરફાર થઇ શકે નહીં, પરંતુ માસ્ક નહીં પહેરનારને સમજાવીશું અને દંડ પણ લઇશું જ. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા શહેરના ધારાસભ્યોએ કરેલી રજૂઆતને મોવડી મંડળના બે નેતાએ બંધ બારણે મિટિંગ કરી હતી, જે પછી પાલિકા અને પોલીસ કમિશનરને દંડ મુદ્દે સખ્તાઇ નહીં કરવા માટે સૂચના આપી હતી. શહેરમાં વેક્સિનેશન સાઇટ વધારી 187 કરવામાં આવશે અને હવે દૈનિક ધોરણે 12થી 14 હજાર લોકોને રસી આપવા માટે પણ પાલિકાએ તૈયારી શરૂ કરી છે.

રસીથી એન્ટીબોડી ડેવલપ થયા હોવાથી ગંભીર લક્ષણો ન આવ્યા
રસી લીધાના 32 દિવસ પછી કોરોના થતા ડોક્ટરે કહ્યું, રસીથી બચી શક્યો
રસી લીધી હોય તો કોરોના ન થાય તેવું માનવું પણ અયોગ્ય છે: ડો.હીરલ પટેલ

21 જાન્યુઆરીના રોજ મે કોવિશીલ્ડ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. ત્યાર બાદ 18 ફેબ્રુઆરીના રોજ બીજો ડોઝ લીધો હતો. 15 દિવસ પહેલા મે એન્ટીબોડી પણ ચેક કરાવ્યા હતા. જેમાં 19 એન્ટિબોડી હોવાનુ જણાયું હતું. 22મી માર્ચના રોજ એટલે કે બન્ને ડોઝ લીધા બાદ 32 દિવસ પછી મને કોરોનાના લક્ષણો જણાતા મે ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં મારો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા હોમઆઈસોલેશનમાં સારવાર શરૂ કરી છે. આજે ચોથો દિવસ છે મને મંગળવારે જ તાવ આવ્યો છે પછી જરા તરા ફીવર આવે અને જાતે જ ઉતરી જાય વગર ક્રોસીને ધેટ ઈઝ બીકોઝ વેક્સિન, વેક્સિનના કારણે જ મારો બચાવ થતો હોય તેવું મને લાગે છે. લોકોને મારે એટલુ કહેવુ છે કે વેક્સિન તમે લો અને જો તમને કોરોના થાય તો તમે માઈલ્ડ કેટેગરીમાંથી જ બહાર આવી જાવ સિરિયસનેસ સુધી પહોંચો નહી. બીજુ એવો કોઈએ ફાંકો રાખવો નહી કે વેક્સિન લીધી છે એટલે નહી થાય હજી પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ તેમજ કોરોનાના તમામ પ્રોટોકોલ જાળવવા જરૂરી છે. તેમજ એક પણ સિમ્ટમ જણાય તો ટેસ્ટ કરાવવા માટે સ્વેચ્છીક જવું જોઈએ નહીતો ઘરમાં એક વ્યક્તિને થયું હોય અને ખબર નહી પડે તો તમામ વ્યક્તિને થઈ શકે. મારી લોકોને એક જ અપીલ છે મેક્સિમમ લોકો વેક્સિન લેવા જાય અને સરકારના જે પ્રયત્નો છે તેમાં સાથ આપે. હેલ્થ કર્મચારીઓ અને કોરોના વોરિયર્સ બાદ સિનિયર સિટીઝન અને કોમોર્બીડ વ્યક્તિઓને વેક્સિનેશન ચાલી રહ્યું છે તો આવી વ્યક્તિઓ ખાસ વેક્સિન લઈ કોરોનાથી સુરક્ષીત થાય અને આગામી દિવસોમાં 45 વર્ષથી ઉપરની વ્યક્તિઓ માટે પણ વેક્સિનેશન શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે વધુ માં વધુ લોકો વેક્સિન લે અને કોરોનાથી બચવા માટે પોતાના પરીવારને પણ સુરક્ષિત રાખે તેવી મારી ખાસ અપીલ છે. (ભરત સૂર્યવંશી સાથેની વાતચિતના આધારે)

70 વર્ષથી વધુની ઉંમરની 4 મહિલાના કોરોનાથી મૃત્યુ સુરત : ઉધના વિસ્તારમાં રહેતા 82 વર્ષીય વૃદ્ધાને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે ગઈ તા.13 માર્ચના રોજ પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં ગુરુવારે તેમનું મોત નિપજ્યું હતું. મજુરા ગેટના 78 વર્ષીય વૃદ્ધાને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ગઈ તા.13 માર્ચના રોજ નવી સિવિલ હોસ્પિટલમાં કરાયા બાદ તેમનું મૃત્યુ થયું હતું. તેમને બ્લડ પ્રેસરની બીમારી હતી. ગોડાદરા વિસ્તારમાં રહેતા 68 વર્ષીય વૃદ્ધાને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ 23 માર્ચે સ્મીમેરમાં ગુરુવારે મોત નિપજ્યું હતું. તેમને ડાયાબીટીસની બીમારી હતી. જ્યારે લિંબાયત વિસ્તારમાં રહેતા 74 વર્ષીય વૃદ્ધાને 21 માર્ચના રોજ નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં ગુરુવારે તેમનું પણ મોત નિપજ્યું હતું.

અઠવામાં સૌથી વધુ 115 અને રાંદેરમાં 65 પોઝિટિવ મળ્યા ​​​​​​​સુરત : સુરતમાં ગુરુવારે સૌથી વધુ 501 કેસ નોંધાયા હતા, જેમાં સૌથી વધુ અઠવા ઝોનમાં 115 અને રાંદેરમાં 65 જેટલા પોઝિટિવ મળી આવ્યા હતા. કેસની સંખ્યા વધતાપાલિકા માઇક્રો કન્ટેઇન્મેન્ટની સંખ્યામાં પણ વધારો કર્યો છે. આગામી દિવસોમાં પાલિકા દ્વારા નાની નાની સોસાયટીઓ અને ગલીઓમાં પણ ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરવાની વિચારણા હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. શહેરમાં સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ અઠવા ઝોનમાં જોવા મળી રહી છે.

ઝોનવાઇઝકેસ
સેન્ટ્રલ43
વરાછા-એ52
વરાછા-બી40
રાંદેર65
કતારગાામ52
લિંબાયત72
ઉધના62
અઠવા115

​​​​​​​

17 મેડિકલ સ્ટોરવાળા અને 70 રત્નકલાકારો પોઝિટિવ મળ્યા
​​​​​​​સુરત : શહેરમાં પાલિકાએ સુપર સ્પ્રેડરના ટેસ્ટિંગ વધાર્યા છે. જેના ભાગરૂપે મેડિકલ સ્ટોર અને ડેરી પાર્લરના વેપારીઓના પણ 1200 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 17 જેટલા પોઝિટિવ મળી આવ્યા છે. જેમાં સૌથી વધુ લિંબાયતમાં 10 કેસ મળ્યા છે. જ્યારે કતારગામમાં 4 અને સેન્ટ્રલ ઝોનમાં બે વેપારી પોઝિટિવ મળ્યા છે. કતારગામમાં પણ પાલિકાએ રત્નકલાકારોના ટેસ્ટ કર્યા હતા, જેમાં 70 જેટલા પોઝિટિવ મળ્યા હોવાનો દાવો પાલિકાએ કર્યો છે.

ઝોનવેપારી
સેન્ટ્રલ2
વરાછા-એ1
વરાછા-બી0
રાંદેર0
કતારગાામ4
લિંબાયત10
ઉધના0
અઠવા0
કુલ17

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો