વેક્સિનેશનમાં રાજ્યમાં સુરત નં.1:એક દિવસમાં રેકોર્ડબ્રેક 2.05 લાખને રસી મુકાઈ, દર સેકન્ડે 4ને અપાઈ, અમદાવાદ કરતા 50 હજાર વધુ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઓગસ્ટમાં એક દિવસમાં 78908ને રસી આપવાનો રેકોર્ડ પણ સુરતના નામે હતો, શુક્રવારે એ રેકોર્ડ પણ તૂટ્યો - Divya Bhaskar
ઓગસ્ટમાં એક દિવસમાં 78908ને રસી આપવાનો રેકોર્ડ પણ સુરતના નામે હતો, શુક્રવારે એ રેકોર્ડ પણ તૂટ્યો
  • પાલિકાએ 4 લાખ લોકોને વેક્સિન માટે મેસેજ કર્યા હતા, 310 સ્થળે સવારે 8થી રાત્રે 12 સુધી મહાઅભિયાન ચાલ્યું
  • 34.32 લાખ લોકોને​​​​​​​ રસી મુકવાના ટાર્ગેટ સામે અત્યાર સુધી 93 ટકાને પહેલો ડોઝ, 43 ટકાને બીજો ડોઝ અપાઈ ગયો

પીએમ નમો ના જન્મદિવસે વેક્સિનેશન ડ્રાઈવમાં સાંજે 7.41 વાગ્યા સુધીમાં 1,78,752 ને વેક્સિન મુકાઇ છે, લોકોમાં ઉત્સાહ વધુ હોય મહાપાલિકા એ સેન્ટરો વધારી 310 કર્યા છે. પ્રથમ ડોઝ 77,050 અને બીજો ડોઝ 1,01,702 થયા છે. ત્યારે 34,32,737 ના ટાર્ગેટ સામે પ્રથમ ડોઝ 31,86,501 પહોંચતાં 92.08 ટકા અને બીજો ડોઝ 13,50,811 થતાં 42.40 ટકા સુધી પહોંચી ગયો છે.

મહાપાલિકાએ મેગા ડ્રાઇવ પૂર્વ દિવસે જ 4 લાખ ને મેસેજ કરી દેવાયા હતાં તેથી સવારથી જ લોકો નો વેક્સિન માટે ઉત્સાહ જણાતાં સેન્ટરો પર લાઇનો લાગવા માંડી હતી. શહેરભરના કોમ્યુનિટી હોલ, સમાજની વાડી, ખાનગી સ્કૂલ સમિતિની સ્કૂલ, હેલ્થ સેન્ટરો તથા મોબાઇલ વેક્સિનેશન ટીમ ખાતે ઠેર ઠેર વેક્સિનેશન કરાયું હતું. સામાજિક સંસ્થાઓ અને લોક પ્રતિનિધિઓ મોટાપાયે વેક્સિન કામગીરી માં જોતરાયા હતાં.

40 સિટી બસ બની વેક્સિનેશન વાન
લિંબાયતના એક વેક્સિન સેન્ટર પર રાત્રે 11:15 વાગ્યે પણ લોકો રસી લેવા માટે લાઇનમાં બેઠા હતા. પાલિકાએ સિટી બસોનો ઉપયોગ વેક્સિન મોબાઇલ વાન માટે કર્યો હતો. તમામ ઝોનમાં 5-5 મળી કુલ 40 બસોને વેક્સિન મોબાઇલ વાનમાં એક દિવસ માટે ફેરવી હતી અને આ બસો મારફત વેક્સિન આપવામાં આવી હતી.

રાજ્યના 4 મહાનગરોમાં વેક્સિનેશનના આંકડા
શહેરઅગાઉનો રેકોર્ડઆજનો રેકોર્ડ
અમદાવાદ51711151086
સુરત78908205909
વડોદરા2257463753
રાજકોટ1630745089

સર્વર ડાઉન થતાં ભારે હેરાનગતિ નડી
310 સેન્ટર હતાં અને એક એક સેન્ટર પર લાંબી લાઈનો લાગી ગઈ હતી પરંતુ ઘણા સેન્ટરો પર સર્વર ડાઉન થતાં પ્રથમ ડોઝ માટે એન્ટ્રીની સમસ્યા નડી હતી. સર્વર ડાઉન થતાં કર્મી. અને લોકોને પરેશાની થઇ હતી.

કતારગામ ઝોનમાં સૌથી વધુ 31627 લોકોને વેક્સિન અપાઇ
ઝોનસેન્ટરપ્રથમબીજોકુલ
સેન્ટ્રલ4164301154117971
વરાછા-A34163391897335812
વરાછા-B30100761265522731
રાંદેર38111961569326889
કતારગામ53189451538434329
ઉધના4261321162317755
અઠવા33141761532929505
લિંબાયત3949871593020917
કુલ31088781117128205909

​​​​​​​

​​​​​​​સુરતે રસીકરણમાં નવો રેકોર્ડ બનાવ્યો
પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, અગાઉ વધુમાં વધુ 78,908ને રસી મુકાઇ હતી પરંતુ પીએમના જન્મદિવસે આ રેકર્ડ તુટ્યો છે. સાંજે 7.41 વાગ્યા સુધીમાં 1.78 લાખથી વધુને વેક્સિન મુકાઇ છે. રાત્રિ સુધી 2.20 લાખ જેટલું રસીકરણ થાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...