ગોપીપુરાની જૈન વસ્તી ધરાવતા એપાર્ટમેન્ટના 3 ફ્લેટ મુસ્લિમને વેચતા વિવાદ થયો છે. અનેક વાંધા હોવા છતાં પ્રાંત અધિકારીએ મુસ્લિમને ફ્લેટ ખરીદવા આપેલી પરવાનગીનો હુકમ સ્થગિત કરીને ફેરવિચારણા કરવા સ્થાનિકોએ આવેદનપત્ર આપ્યું હતું.
સ્થાનિક ભાવેશભાઇએ જણાવ્યું કે, અમારા એપાર્ટમેન્ટમાં પ્રથમ માળે જૈન ઉપાશ્રય આવેલું છે. અેપાર્ટમેન્ટમાં જૈન પરિવારો જ રહે છે. મારી બાજુનો ફ્લેટ જ મુસ્લિમને વેચી દેવાયો છે. આ અંગે અમે વાંધા અરજી કરી હતી. મારે બે નાની બાળકી છે. અમે દોઢ વર્ષથી ધક્કા ખાતા હતા. અશાંતધારાની મંજુરી અચાનક કેવી રીતે મળી ગઇ? આ મંજુરીના કારણે રહીશો દહેશતમાં છે. આ હુકમને સ્થગિત કરવા સ્થાનિકોએ કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત પણ કરી છે.
એક હિંદુ સંગઠનના અગ્રણીએ મધ્યસ્થી કર્યાનો આક્ષેપ
સ્થાનિક લોકોએ મુસ્લિમોને જૈનની મિલકત વેચવામાં એક હિંદુ સંગઠન સાથે સંકળાયેલા અગ્રણી મધ્યસ્થિ કરતા હોવાનું અને જરૂર પડે પોતાની વગ વાપરતા હોવાનો આક્ષેપ કર્યો છે.
આ અંગે કાયદો શું કહે છે?
અશાંતધારાની કમલ 5-3ખ પેટા 4 અને 5માં મિલકત તબદીલ આપતા પહેલા વસ્તી, વિસ્તાર, ધર્મની ઓળખ-મુલ્યો બદલવા ન જોઇએ. ધ્રુવીકરણ ન થાય તે પણ જરૂરી.
મારો લેખિત વિરોધ હતો
આ અંગે ફરિયાદ મળી હતી. મેં લેખિતમાં વાંધો ઉઠાવ્યો હતો. મેં પરિસ્થિતિનો પણ ખ્યાલ આપ્યો હતો છતાં પરવાનગી આપી દેવાઈ. > અરવિંદ રાણા, ધારાસભ્ય
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.