તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Recognizing The Importance Of Trees Providing Oxygen During The Corona Period In Surat, 500 Saplings Were Distributed As Eid In Ramzan Eid

પહેલ:​​​​​​​સુરતમાં કોરોનાકાળ દરમિયાન ઓક્સિજન આપતા વૃક્ષોનું મહત્વ સમજી રમઝાન ઈદમાં ઈદી તરીકે 500 રોપાનું વિતરણ કરાયું

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સંસ્થા દ્વારા ઈદની ઉજવણી મુસ્લિમ બિરાદરોને વૃક્ષોના છોડ આપીને કરવામાં આવી હતી. - Divya Bhaskar
સંસ્થા દ્વારા ઈદની ઉજવણી મુસ્લિમ બિરાદરોને વૃક્ષોના છોડ આપીને કરવામાં આવી હતી.
  • હાર્ટસ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા અનોખી રીતે ઈદની ઉજવણી

પર્યાવરણ માટે કામ કરતી સંસ્થા હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા રમઝાન ઈદ નિમિત્તે 500 જેટલા રોપાઓનું વિતરણ કરીને ઈદની ઉજવણી કરી હતી. સાથે જ તેમણે વિશેષરૂપે અપીલ કરી હતી કે, મુસ્લિમ બિરાદરોએ બાળકોને ઇદીમાં વૃક્ષોની પણ ભેટ આપવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, આ રોપા વિતરણ અંતર્ગત વિરલ દેસાઈની સંસ્થાએ સુરતની વિવિધ સંસ્થાઓનો સંપર્ક કરીને રોપા પહોંચાડ્યા હતાં.

ઈદીમાં રોપા અપાયા
આ કાર્યક્રમ અંતર્ગત હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશને ક્વોરન્ટીન થયેલા લોકો માટે ભોજન પહોંચાડતી સંસ્થા 'લોકડાઉન હેલ્પ ગ્રુપ'ના સભ્યો ચેતન જેઠવા તેમજ મસુદ વોરાજી સાથે મળીને 100 જેટલા રોપાનું વિતરણ કરવાનું આયોજન કર્યું હતું. તો એ ઉપરાંત અન્ય મુસ્લિમ બિરાદરો તેમજ સંસ્થાઓ સાથે મળીને ચારસો જેટલા રોપા વહેંચ્યા હતા. આ ઉજવણીમાં દાઉદી વહોરા સમાજના બિરાદરોને પણ સામેલ કરાયા હતા અને તેમને પણ ઈદ નિમિત્તે રોપાં પહોંચાડાયા હતા.

તહેવારમાં વૃક્ષો વાવવા જોઈએ
આ બાબતે સંસ્થાના વિરલ દેસાઈ જણાવે છે કે, 'દરેક તહેવારને પર્યાવરણ અને વૃક્ષારોપણ સાથે જોડવું એ અમારી પ્રથા છે. હું દૃઢપણે માનું છું કે જ્યારે તહેવારો સાથે પર્યાવરણ જોડવામાં આવે ત્યારે લોકો પર્યાવરણ બાબતે અત્યંત ગંભીર બને છે. વળી, આ સમયમાં તો આપણને સ્પષ્ટ થઈ ગયું છે ઑક્સિજન અને વૃક્ષોનું મહત્ત્વ શું છે. એટલે કોઈ પણ રીતે વધુમાં વધુ વૃક્ષો રોપાય એ જ અમારું મુખ્ય લક્ષ્ય છે. આ માટે થઈને જ હું અપીલ કરું છું કે બાળકોને ઈદીમાં વૃક્ષો પણ અપાવા જોઈએ, જેથી એની સાથે એક ભાવના જોડાય અને એ ભાવનાને લીધે પર્યાવરણની કદર થાય.'

વૃક્ષારોપણ કરીને સાચી ઉજવણી કરીશું
રોપા લેનાર બાબુ સોના શેખનું કહેવું છે કે, ઈદને પર્યાવરણ સાથે સાંકળી એ અત્યંત પ્રેરણારૂપ છે. એમની પાસે પ્રેરણા લઈને અમે પણ વધુમાં વધુ લોકો સુધી તેમનો સંદેશ પહોંચાડીશું અને માત્ર ઈદ પર જ નહીં, પરંતુ આવનારા સમયમાં અનેક પ્રસંગોએ વૃક્ષારોપણ કરીશું. તેમજ અમારી મસ્જિદો તેમજ યતિમખાનામાં પણ વિરલભાઈની જાણકારીનો લાભ લઈને મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરીશું.