તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આઝાદીનો અમૃત મહોત્સવ:સુરતના છાપરાભાઠાથી નીકળી દાંડીયાત્રા ડીંડોલી પહોંચી, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે પદયાત્રિકોનો ઉત્સાહ વધાર્યો

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં ઠેર ઠેર ચાર રસ્તાઓ ખાતે દાંડીકૂચ યાત્રિકોનું ભવ્ય સ્વાગત કર્યું

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત તા.12મી માર્ચના રોજ અમદાવાદ ખાતેથી પ્રારંભ થયેલી દાંડીયાત્રાનું આજે 22માં દિવસે સવારે છાપરભાઠા ગામેથી નીકળી અમરોલી, ગજેરા સર્કલ, માનવ ધર્મ આશ્રમ, બેલ્જીયમ સ્કવેરથી ફલાય ઓવર બ્રિજ, ટેક્ષટાઈલ માર્કેટ ફલાય ઓવર બ્રિજ થઈ માન દરવાજા થઈ ઉધના દરવાજાથી ખરવરનગર ફલાય ઓવરબ્રિજ થઈ સિટીજન સ્કૂલ, ઉધના ત્રણ રસ્તા થઈ ડિંડોલી રેલ્વે ઓવરબ્રિજ થઈ ન.પ્રા.શાળા ક્રમાંક 257 ખાતે આવી પહોચી હતી.

ગાંધીજી અમર રહો, વંદે માતરમના નારાઓ સાથે દાંડી યાત્રિકોનું ઠેર ઠેર સ્વાગત કરાયું હતું.
ગાંધીજી અમર રહો, વંદે માતરમના નારાઓ સાથે દાંડી યાત્રિકોનું ઠેર ઠેર સ્વાગત કરાયું હતું.

ગોવાના મુખ્યમંત્રી જોડાયા
દાંડી યાત્રામાં સુરત શહેરના કતારગામ વિસ્તારના માનવ ધર્મ આશ્રમ ખાતેથી ગોવા રાજયના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત જોડાયને પદયાત્રિઓનો ઉત્સાહ વધાર્યો હતો. મુખ્યમંત્રી સાવંત બેલ્જીયમ સ્કવેરથી ફલાયઓવરબ્રિજ, ટેક્ષટાઈલ માર્કેટ ફલાય ઓવરબ્રિજ થઈ માન દરવાજા થઈ ઉધના દરવાજાથી ખરવરનગર ફલાય ઓવરબ્રિજ થઈ સિટીજન સ્કુલ, ઉધના ત્રણ રસ્તા સુધી જોડાયને પદયાત્રીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

પદયાત્રિકોનું ઠેર ઠેર પુષ્પોથી સ્વાગત કરવામાં આવ્યાં હતું
પદયાત્રિકોનું ઠેર ઠેર પુષ્પોથી સ્વાગત કરવામાં આવ્યાં હતું

ઠેર ઠેર ફૂલોથી સ્વાગત
પદયાત્રિકોનું ઠેર ઠેર પુષ્પોથી સ્વાગત કરવામાં આવ્યાં હતું. ધારાસભ્ય વિવેકભાઈ પટેલ તથા મહાનગરપાલિકાના વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીજી અમર રહો, વંદે માતરમના નારાઓ સાથે દાંડી યાત્રિકોનું ઠેર ઠેર શહેરીજનોએ ફુલહાર, સૂતરની આટી પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો