તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિઝનેસ એકસીલન્સ:ભાષાથી ઓછા લોકો સુધી પહોંચશો પણ વેલ્યુથી બધા લોકો સુધી પહોંચી શકશો

સુરત9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ચેમ્બરમાં ‘બિઝનેસ એકસીલન્સ’ વિશે સેમિનાર યોજાયો

મહાત્મા ગાંધીજીને વાંચો તો માર્કેટિંગની બધી જ બેસ્ટ બાબતો સમજાય જશે. ગાંધીજીએ પહેલા લેખ અને વર્તમાન પત્રોમાં લખવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ પુસ્તકો લખ્યા હતા. તમે ભાષાથી ઓછા લોકો સુધી પહોંચશો પણ વેલ્યુથી બધા લોકો સુધી પહોંચી શકો છો. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘બિઝનેસ એકસીલન્સ’વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરેશ પટેલે આ વાત કરી હતી.

ગાંધીજીને વાંચો તો માર્કેટિંગ સમજાશે
કંપનીમાં માલિક અથવા ત્યાંના લીડર્સ વિઝન નકકી કરીને તે દિશામાં કામ કરતા હોય છે પણ તેઓની સાથે એ કંપનીના એકઝીક્યુટિવ પણ એ જ વિઝનથી કામ કરશે ત્યારે એ કામને પૂર્ણતા સુધી પહોંચાડી શકાય છે. બિઝનેસ કરવાના જે ખ્યાલ હોય તે તમામ કર્મચારીઓમાં ઉતરી જાય એને કહેવાય કલ્ચર. માનસિકતા બધામાં ઉતરી જાય એટલે કલ્ચર થઇ જાય. કલ્ચર બનાવવા માટે જે વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે તેને સિસ્ટમ કહેવાય છે. કલ્ચર એ સિસ્ટમ નકકી કરશે અને તેના પ્રમાણે બધાની માનસિકતા બદલવી પડશે. હવે તો વિદેશોમાં ફ્લેક્સી અવર્સ પણ આવી ગયા છે. એકઝીકયુટીવ્ઝ ગમે ત્યાં બેસીને કામ પુરું કરી આપે છે. દરેક વ્યકિતમાં એકસપર્ટાઇઝ હોય જ છે. ઇવેન્ટ એન્ડ એક્ટિવિટીમાં સમયસર ધ્યાનથી અમલીકરણ ખૂબ જ મહત્વનું હોય છે. બજારમાં પ્રોડકટ હોય અને તેના પર સ્પેસિફીક કંપનીનું નામ હોય તો લોકોને તેની ક્વોલિટી વિશે ખ્યાલ આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો