તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિઝનેસ:જીએસટીમાં દસ કરોડથી નીચેના કેસો એસેસમેન્ટ માટે રિ-ઓપન

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આકારણી ન થવાની જાહેરાત વિરુદ્ધ એસેસમેન્ટનો પરિપત્ર
  • 3 હજારથી વધુ નોટિસ, વર્ષ 2016-18ના વર્ષનો પરિપત્ર હતો

તાજેતરમાં જ જીએસટી વિભાગમાં 3 વર્ષના એસેસમેન્ટ એકસાથે પૂર્ણ કરાયા છે. પરંતુ હવે તેમાં એક વિવાદે જન્મ લીધો છે. વર્ષ 2016-17ના અને 2017-18ના જાન્યુઆરીથી માર્ચ સુધીના એસેસમેન્ટ માટે દસ કરોડથી નીચેનું ટર્નઓવર ધરાવનારા વેપારીઓનું એસેસમેન્ટ નહીં કરવાનું સરકારી પરિપત્ર બહાર પડાયું હતું પરંતું હવે આ પરિપત્રની વિરુદ્ધ જ જીએસટી વિભાગે 10 કરોડથી નીચેના ટર્નઓવરવાળાને એસેસમેન્ટ માટેની 3 હજારથી વધુ વેપારીઓને નોટિસ ફટકારી છે અને 31મી માર્ચ સુધી ટાર્ગેટ આપી દેવાયો છે.

એસેસમેન્ટ હવે ચાલુ વર્ષ 2020-21માં શરૂ થઇ જવાની સંભાવના છે. પરંતુ તે અગાઉ એસજીએસટીમાં 3 વર્ષના એસેસમેન્ટ બાકી હતા. તે 31મી ડિસેમ્બરના રોજ પૂર્ણ કરાયા છે. જેમાં 2016-17 અને 2017-18(જાન્યુઆરી થી માર્ચ)નો સમાવેશ થાય છે. આ એસેસમેન્ટ માટે જ્યારે નોટિસોની બજવણી થઈ ત્યારે 10 કરોડથી નીચેનું ટર્નઓવર ધરાવનારા વેપારીઓ પણ સામેલ હતા. જીએસટી ટેક્સ બાર એસો.ના પ્રમુખ પ્રશાંત શાહ કહે છે કે અગાઉ સરકારે જ પરિપત્ર બહાર પાડ્યો અને હવે આદેશ આપ્યા હતા.

2016-17ની નોટિસ પણ પાછી ખેંચી લીધી હતી
એસેસમેન્ટ માટે નોટિસ પાઠવી હતી. તેમાં 2016-17ની નોટિસો પરત ખેંચી લેવાઇ હતી. જેથી 10 કરોડથી ઓછું ટર્નઓવરવાળા વેપારીઓને રાહત થઈ હતી. જોકે, હવે આજ વેપારીઓના એસેસમેન્ટ થનાર છે.

એસેસમેન્ટની કામગીરી 31મી માર્ચ સુધી પુરી થશે
​​​​​​​એસેસમેન્ટની નોટિસ માર્ચની શરૂઆતમાં જ આપવામાં આવી છે અને એસેસમેન્ટની કામગીરી 31મી માર્ચ સુધી પુરી કરી દેવાની છે. આથી જે કેસ રિઓપન કરાયા છે તેવા વેપારીઓ દોડતા થઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...