તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાતાવરણમાં પલટો:સુરતમાં મેઘરાજાની ધમાકેદાર રિ-એન્ટ્રી, કડાકા ભડાકા સાથે ખાબકેલા વરસાદથી ગોઠણસમા પાણી ભરાયા

સુરત20 દિવસ પહેલા
પ્રાઈમ માર્કેટથી લઈ ભૂલકા ભવન સ્કૂલ અને LP સવાણી સ્કૂલ વચ્ચે પાણી ભરાયાં હતાં.
  • સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી

સુરત શહેર જિલ્લામાં આજે વરસાદની રિ-એન્ટ્રી થઈ ગઈ છે. ભારે ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. બપોરના સમયે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. શહેરના અડાજણ,પાલ, ડભોલી, પુણા ગામ, અર્ચના સ્કૂલ, લિંબાયત ગરનાળા, કતારગામ જેવા નીચાણવાળા વિસ્તારોના રસ્તા પર પાણી ભરાઈ ગયા હતાં.

વરસાદના કારણે રોડની બન્ને બાજુ પાણી ભરાયા હતાં.
વરસાદના કારણે રોડની બન્ને બાજુ પાણી ભરાયા હતાં.

લોકોએ આનંદ માણ્યો
થોડા દિવસોના વિરામ બાદ કડાકા ભડાકા સાથે ફરી મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. જેથી ભારે બફારા અને ઉકળાટનો અનુભવ કરતાં લોકોએ વરસાદમાં ભીંજાવાની મોજ માણી હતી. સુરતના ડભોલી, પુણાગામ, અર્ચના સ્કૂલ, લિંબાયત ગરનાળા, કતારગામ જેવા નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પાણી ભરાઈ ગયા હતાં. જેને લઈને વાહનચાલકોને હાલાકી પડી હતી.

શહેરના વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદ પડ્યો હતો.
શહેરના વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદ પડ્યો હતો.

વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. વરસાદનું આગમન થતાં જ લોકો તથા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. આગામી થોડા દિવસો દરમિયાન રાજ્યમાં હજુ વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગની આગાહી મુજબ, સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. પ્રાઈમ માર્કેટથી લઈ ભૂલકા ભવન સ્કૂલ અને પ્રાઈમ માર્કેટથી લઈ LP સવાણી સ્કૂલ વચ્ચેના તમામ ચાર રસ્તાઓ વરસાદી પાણીના તળાવમાં બદલાયા હતાં.

ભારે વરસાદના પગલે લોકોએ રસ્તાની બાજુએ આશ્રય લેવો પડ્યો હતો.
ભારે વરસાદના પગલે લોકોએ રસ્તાની બાજુએ આશ્રય લેવો પડ્યો હતો.