તપાસ:કરન્સી ચેસ્ટની તપાસ માટે RBIની ટીમ સુરતમાં, ઘણી બેંકોમાં RTGSના અખાડા

સુરત13 દિવસ પહેલાલેખક: જલ્પેશ કાળેણા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 8 કરસન્સી ચેસ્ટ ફૂલ થઈ જતા મોટી રોકડ ભરવામાં ખાતેદારોને હાલાકી

સુરતમાં ચલણી નોટોનો કેશ ફ્લો અચાનક વધ્યો છે. જેથી 8 કરન્સી ચેસ્ટ ઉભરાઈ ગઈ છે. ઘણી બેન્ક હવે નાણા ભરવા જતા ખાતેદારને પુછે છે કે, તમે રોકડ ભરીને આરટીજીએસ કરવાના હોય તો તમારા નાણાં જમા નહીં કરાય.’ આ બાબતે સ્કોબા (ધ સાઉથ ગુજરાત કો.ઓપરેટિવ બેન્ક એસોસિએશન) દ્વારા આરબીઆઈને રજૂઆત પણ કરી હતી. જેથી આરબીઆઈના અધિકારઓની ટીમ તપાસ માટે સુરત આવી છે. ખાસ કરીને નોટો- સિક્કા કેટલા છે તેની તપાસ કરાશે.

RBIએ નોટો લેવાની જગ્યાએ ઉપરથી 400 કરોડ આપ્યા
સુરતના 8થી વધારે કરન્સી ચેસ્ટ ચલણી નોટોથી છલોછલ થઈ ગયા છે. ત્યારે આરબીઆઈએ ચેસ્ટમાંથી રૂપિયા લેવાની જગ્યાએ નવી નોટો આપી છે. એક નેશનલાઈઝ બેન્કના અધિકારીએ કહ્યું કે, ‘આરબીઆઈએ અદાજે 400 કરોડની નોટ આપી છે. જેમાં 100 અને 500ની નોટો છે. એક કરન્સી ચેસ્ટ તો આ નોટોથી ખીચોખીચ ભરાયેલું છે.

ઘણી બેંકો નાણાં નથી લેતી
‘મોટું પેમેન્ટ લઈને આવનારા ખાતેદારોને બેન્ક દ્વારા પહેલા પુછવામાં આવે છે કે, તમે રૂપિયા જમા કરાવીને આરટીજીએસ તો નહીં કરોને. જો કે, આ પરિસ્થિતી અમુક જ બેન્કોમાં છે.’ - કાનજી ભાલાલા, ગુજરાત કો.ઓપરેટીવ બેન્ક ફેડરેશનના ડિરેક્ટર

મારા રૂપિયા લેવાની ના બેંકે ના પાડી દીધી હતી
એક ગ્રાહકે નામ ન આપવાની શરતે કહ્યું કે, ‘મારે પેમેન્ટ એક પાર્ટીને આપવાનું છે. બેન્કમાં દોઢ કરોડ રૂપિયા જમા કરવા ગયો હતો. બેન્કે મને કહ્યું કે, ‘તમે RTGS કરવાના હોય તો રૂપિયા જમા નહીં થાય.’

RBIએ બેંકોને રૂપિયા લેવા સૂચના આપી છે
‘સ્કોબા દ્વારા આરબીઆઈને લેટર લખ્યા છે. આરબીઆઈએ દરેક બેન્ક અને ચેસ્ટને સુચના આપી છે કે, દરેક ગ્રાહકોના રૂપિયા સ્વિકારો. - મુકેશ ગજ્જર, ગુજરાત કો.ઓપરેટિવ બેન્ક એસો, પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...