કામગીરી:UCO  બેંક  પર  RBI  દ્વારા  PCA  પ્રતિબંધ  ઉઠાવી  લેવાયો,આત્મનિર્ભર યોજના અંતર્ગત MSME  સેક્ટરમાં 100 કરોડ  ફાળવાયા

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • UCO બેંકના દ્વારા સુરત શહેરની અંદર નાના ઉદ્યોગ ગૃહો ને તેમજ મોટા ઉદ્યોગોને રૂપિયા ચૂકવાયા

UCO બેંકના દ્વારા સુરત શહેરની અંદર નાના ઉદ્યોગ ગૃહોને તેમજ મોટા ઉદ્યોગ ગૃહોને આત્મનિર્ભર ભારત હેઠળ રકમ ચૂકવવામાં આવી રહી છે. નાના નાના ઉદ્યોગકારો સહિત ફાર્મા ઇન્ડસ્ટ્રીઝની અંદર પણ યુકો બેન્ક મોટી રકમ ફાળવી રહી છે. ફાર્માસ્યુટિકલ ક્ષેત્રની અંદર આપણે અત્યાર સુધી ચાઇના ઉપર ડિપેન્ડ હતાં. પરંતુ કેન્દ્ર સરકારે હવે તે ક્ષેત્રમાં આત્મનિર્ભર થવા માટેનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. તેથી તેમાં ખૂબ જ સંભાવનાઓ દેખાઇ રહી છે.

કાર્યપાલક નિર્દેશકે મુલાકાત લીધી
યુકો બેંકના કાર્યપાલક નિર્દેશક અજય વ્યાસે સુરત શહેરના અલગ-અલગ ફેક્ટરીની મુલાકાત લીધી હતી. દક્ષિણ ગુજરાતમાં તેમણે અંકલેશ્વર ખાતે ફાર્માસ્યુટિકલ કંપનીઓ માટે ખૂબ જ સારી તકોને જોઈ રહ્યા છે. ટેક્સટાઈલ ઉદ્યોગમાં પણ ફાળવવામાં આવી રહ્યા છે.

ઓછા વ્યાજદરની લોન
કોરોના કાળ બાદ સૌથી ઓછા વ્યાજ દરે વ્યવસાયિક લોન આપવા માટે યુકો બેન્ક આગળ આવી રહી છે. આત્મનિર્ભર ભારત અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા જે જે પ્રકારે નાના ઉદ્યોગ ગૃહોને ગતિ આપવા માટે અલગ અલગ યોજનાઓ બનાવીને અને ફાળવવામાં આવી રહ્યું છે. અજય વ્યાસે જણાવ્યું કે, અત્યાર સુધીમાં યુકો બેન્ક દ્વારા રૂપિયા 100 કરોડ આત્મનિર્ભર ભારત માટે ફાળવવામાં આવ્યા છે. આગામી દિવસોમાં હજુ બીજા રૂપિયા 100 કરોડ ફાળવવામાં બેની અમે તૈયારી કરી છે. જે તે કંપનીના ટાવર ના આધારે તેમને મુડી આપવામાં આવી રહી છે.