ટ્રાન્સપોર્ટ:રે. સ્ટેશનનું પે & પાર્ક શરૂ થઈ ગયું પણ લોકોને ખબર ન હોવાથી પાર્કિંગ ખાલી

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય દિવસોમાં ગાડી મુકવાની જગ્યા નથી હોતી

અનલોક બાદ સુરત રેલવે સ્ટેશનથી પહેલાની જેમ જ ટ્રેનોની અવરજવર શરૂ થઈ ગઈ છે. શુક્રવારથી સુરત રેલવે સ્ટેશનનું પે એન્ડ પાર્ક પણ શરૂ થઈ ચૂક્યું છે. જોકે સુરત રેલવે સ્ટેશનેથી ટ્રેનમાં અન્ય ગંતવ્ય સુધી જવા માંગતા લોકો સુધી આ માહિતી પહોંચાડવામાં ન આવતા અને રેલવે સ્ટેશન સામે જ બેરીકેટ મૂકી દેવામાં આવતા લોકોને શુક્રવારથી રેલવેનું પે એન્ડ પાર્ક શરૂ થઈ ચૂક્યું હોવાનો ખ્યાલ જ નથી. જનતા કરફ્યુની જાહેરાત થતા જ માર્ચ મહિનાથી બંધ થઈ ગયેલું સુરત રેલવે સ્ટેશનનું પે એન્ડ પાર્ક હવે શરૂ થઈ ગયું હોવા છતાં શનિવારે નામ માત્ર જ પાર્કિંગ થયું હતું. સામાન્ય દિવસોમાં ગાડી મુકવાની જગ્યા ન હોય એવી સ્થિતિ પે એન્ડ પાર્કની હોય છે પણ હવે પાર્કિંગ શરૂ થાય બાદ પણ લોકોની નામ માત્ર ગાડીઓ જ પાર્ક થઈ હતી.

લોકો સુધી માહિતી ન પહોંચતા આવી સ્થિતિ
રેલવે સ્ટેશન પર પે એન્ડ પાર્કનો કોન્ટ્રાકટ ધરાવતી એ.એસ.મલ્ટી સર્વિસના કર્મચારી અલીભાઈએ જણાવ્યું હતું કે સુરત રેલવે સ્ટેશનનું પે એન્ડ પાર્ક શરૂ થઈ ચૂક્યું હોવા બાબતે સુરતીઓને માહિતી ન હોવાને લીધે પહેલાની જેમ જ શનિવારે પણ લોકો પોતાની ગાડીઓ પાર્ક કરવાની અન્ય વ્યવસ્થા કરી હતી અથવા તો રિક્ષામાં સુરત રેલવે સ્ટેશન સુધી પહોંચ્યા હતા. રેલવે સ્ટેશન પરિસરની બહાર જ બેરિકેટિંગ હોવાને લીધે પણ લોકો પાર્કિંગ સુધી પહોંચી નથી શકતા.

અન્ય સમાચારો પણ છે...