તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાથની નગરચર્યા:સુરતમાં આખરે ભગવાન જગન્નાથ હોમ ક્વોરન્ટીનમાંથી મુક્ત થશે, જહાંગીરપુરા ઇસ્કોન મંદિરથી પાલનપુર પાટિયા સુધી નીકળશે રથયાત્રા

સુરત2 મહિનો પહેલા
ભગવાનના રથને તૈયાર કરવામાં આવી રહ્યો છે.
  • રૂટ ટૂંકાવી દેવામાં આવ્યો હવે માત્ર 3.5 કિમીનું અંતર રથયાત્રા કાપશે
  • રથયાત્રા દરમિયાન પ્રસાદી વહેંચવામાં આવશે નહીં

સુરતમાં કોરોના સંક્રમણને કારણે જગન્નાથ યાત્રા 27 વર્ષથી ભવ્યતાથી પારંપરિક રીતે નીકળતી હતી તે ગયા વર્ષે પણ નીકળી શકી ન હતી. આ વર્ષે પણ કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને જગન્નાથ યાત્રા નીકળશે કે કેમ તેને લઈને ચર્ચા હતી. ઈસ્કોન મંદિરના સભ્યો તરફથી જાણવા મળ્યું છે કે, આ વખતે 12 જુલાઈના રોજ ઇસ્કોન મંદિરથી પાલનપુર પાટિયા સુધી જગન્નાથ યાત્રા નીકળશે. જગન્નાથના ભક્તોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. ભગવાન આખરે પોતાના ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યા કરવા બહાર નીકળશે.

17 કિમીના રૂટને ટૂંકાવી દેવામાં આવ્યો
છેલ્લા 27 વર્ષથી ઇસ્કોન મંદિર દ્વારા સુરત સ્ટેશનથી જહાંગીરપુરા સુધી 17 કિલોમીટરના રૂટ ઉપર જગન્નાથ રથયાત્રા નીકળતી હતી. પરંતુ મહામારીના કારણે ગત વર્ષે યાત્રા મોકૂફ રાખવામાં આવી હતી ત્યારે આ વર્ષે તેનો રૂટ ટૂંકાવી દેવામાં આવ્યો છે. માત્ર.3.5 કિ.મીનું અંતર રથયાત્રા કાપશે. જોકે ઇસ્કોન મંદિરના પદાધિકારીઓ અને ભાવિક ભક્તોએ ગુજરાત ગેસ સર્કલ સુધી રથયાત્રા કરવા દેવાની માંગ કરી છે.

રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ગુજરાત ગેસ સર્કલ સુધી રથયાત્રા કરવા દેવાની માગ
ઇસ્કોન મંદિરના સભ્ય સરોજ કુમાર દાસ જણાવ્યું કે અમે સુરત સ્ટેશનથી જહાંગીરપુરા સુધીનો પારંપરિક રથયાત્રાનો રૂટ છે તે રૂટની માંગણી કરી હતી પરંતુ હાલની સ્થિતિ જોતા અમને વહીવટીતંત્ર દ્વારા તે મંજૂરી આપવામાં આવી નથી. આખરે છેલ્લા ઘણા દિવસથી અમે રથયાત્રા કાઢવા માટેની મંજુરી માંગી રહ્યા છે ત્યારે અંતે અમે ગુજરાત ગેસ સર્કલ સુધી રથયાત્રા કરવા દેવામાં આવે તેવી અમારી લાગણી છે.

રૂટ મુજબ ભગવાન જગન્નાથ ભક્તોને દર્શન આપીને ફરીથી ઈસ્કોન મંદિર ખાતે પરત ફરશે.
રૂટ મુજબ ભગવાન જગન્નાથ ભક્તોને દર્શન આપીને ફરીથી ઈસ્કોન મંદિર ખાતે પરત ફરશે.

રૂટની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી
વધુમાં જણાવ્યું હતું કે, અમે સતત વહીવટીતંત્ર સાથે સંકલનમાં છે પાલનપુર પાટિયા સુધી મંજૂરી મળશે. સ્થાનિક પીઆઈ તેમજ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સાથે સંકલનમાં છે. જે રૂટ માટે વાત થઈ છે તેની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રા દરમિયાન પ્રસાદી વહેંચવામાં આવશે નહીં તેમજ ઝડપથી અમને જે રૂટ આપ્યો છે તે પૂરો કરીને ભગવાન જગન્નાથ ભક્તોને દર્શન આપીને ફરીથી ઈસ્કોન મંદિર ખાતે પરત ફરશે.