તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ટ્રાઈસ્ટારની નર્સના પિતા રસિક કથિરીયાને 3 દિવસના રિમાન્ડ

સુરત3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જીઓમેક્સના કર્મચારી વ્રજેશે સુરત જનરલ હોસ્પિટલમાંથી ઇન્જેક્શન ખરીદ્યાની કબૂલાત
 • કેટલા દર્દીઓને કયા ભાવે ઈન્જેક્શન અપાયા તે અંગે તપાસ

‘દિવ્ય ભાસ્કર’એ ટોસિલિઝુમેબના કાળાબજારના પર્દાફાશના કેસમાં પકડાયેલા ટ્રાઇસ્ટાર હોસ્પિટલની નર્સ હેતલ કથિરીયાના પિતા રસિક કથિરીયાને પોલીસે સોમવારે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યો હતો. પોલીસે બતાવેલા તારણો સાંભળ્યા પછી કોર્ટે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. સરકાર પક્ષે એપીપી મનીષ રાનપરાની દલીલો કરી હતી કે આરોપી અને સહ આરોપીઓ પાસેથી એક ઇન્જેક્શન કબજે કરવામાં આવ્યું છે, બીજા ઇન્જેક્શન ક્યાં સંતાડયા છે તેની તપાસ કરવાની છે ઉપરાંત કેટલાં દર્દીઓને ઇન્જેક્શન અપાયા, કેટલાં અપાયા, કઇ કિંમતમાં અપાયા તેની પણ માહિતી મેળવવાની બાકી છે.

આ ઉપરાંત પોલીસ તપાસ એ દિશામાં પણ ફંટાઈ છે કે જેને-જેને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન અપાયા છે તે પૈકી કેટલાં જીવે છે. અઠવાગેટની ટ્રાઇ સ્ટાર હોસ્પિટલમાં કામ કરતી નર્સ હેતલ રસિક કથિરીયા તેના પિતા રસિક કથિરીયા અને અન્ય આરોપી વ્રજેશ હેમંતકુમાર મહેતાની ધરપકડ કરી હતી. આરોપી એકબીજાની સિન્ડિકેટમા 40 હજારનું ટોસિલિઝુમેબ ઇન્જેક્શન રૂપિયા 2.70 લાખમાં વેચતા હતા.

આજે ત્રણ આરોપીઓ પૈકી બેના કોરોના ટેસ્ટના સેમ્પલ આવ્યા નહોય, આરોપી રસિક કથિરીયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ કેસમાં રસિકની કબુલાતના આધારે પોલીસે વ્રજેશ મહેતાની પણ અટકાયત કરી હતી. તેણે ઇન્જેક્શન સુરત જનરલ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી મયંક જરીવાલા પાસેથી ખરીદ્યું હતું. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

રિમાન્ડના મુદ્દા : વ્રજેશ સાથે આરોપી રસિક કેવી રીતે સંપર્કમાં હતો તેની તપાસ કરાશે

 • ​​​​​આરોપી પાસેથી એક ઇન્જેક્શન મળ્યું છે. તે સિવાયના બીજા ઇન્જેક્શન કયાં સંતાડ્યા છે, આ ઇન્જેક્શન કોની પાસેથી લેવામાં આવતા હતા, તેની વિગતો જાણવાની છે.
 • આરોપી પાસેથી ટોસિલિઝુમેબ ઇન્જેક્શનના બે પ્રિસ્ક્રિપ્શન કબજે કરાયા છે, જેના પર પેશન્ટનું નામ રમેશ માંગુકિયા લખાયું છે આ પેશન્ટ સાથે આરોપીને શંુ સંબંધછે તેની વિગતો જાણવાની છે, આ પેશન્ટને ઇન્જેક્શન વેચવામાં આવ્યું છે કે કેમ તે જાણવાનું છે
 • આરોપી ડોક્ટર હેતલ હાલના આરોપીની દીકરી છે અને તેના કહેવાથી જ રસિક કથિરીયા આ કેસના સાહેદને ઇન્જેક્શન આપવા ગયો હતો અને રંગેહાથે પકડાયો. કેટલાંક દર્દીને ઇન્જેક્શન અપાયા તે તપાસ કરવાની છે.
 • કેટલા દર્દીના નામે ઇન્જેક્શન લેવાયા તે જાણવાનું બાકી છે.
 • આરોપીઓનું ક્રોસ ઇન્ટ્રોગ્રેશન કરવાનું છે.
 • આરોપીઓએ માનવતા નેવે મૂકીને પોતે માલેતુજાર બનવા માટે ઇન્જેક્શનનાં કાળાબજાર કરી રહ્યા હતા. આ ઇન્જેક્શન કયાંથી મેળવવામાં આવતા હતા અને અત્યાર સુધી કેટલો ફાયદો થયો એની વિગતો મેળવવાની છે.
 • વ્રજેશ મહેતા સાથે આરોપી રસિક કેવી રીતે સંપર્કમાં આવ્યો, તેના મૂળ સુધી જવાનું છે.
 • આ ઉપરાંત પડદા પાછળના મુખ્ય સૂત્રધારોને પણ ​​​​​​​પકડવાના છે.

રેમડેસિવિરમાં આરોપીના જામીન રદ
રેમડેસિવિરના કાળાબજારમાં સંડોવાયેલી માલવિયા હોસ્પિટલની મહિલા કર્મચારીની જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી. આ કાંડમાં મહિલાના પતિની પણ ધરપકડ કરવામાં આવી હતી. રેમડેસિવિરનું એક ઇન્જેક્શન આરોપીઓ 11 હજારમાં વેચતા હતા. હિતેશ રેતીવાલા ઇન્જેક્શન કાળાબજારમાં વેચે છે પોલીસે તેની સાથે ફોન પર વાત કરીને ટ્રેપ ગોઠવી હતી. ડમી ગ્રાહકને એક મહિલાએ ઇન્જેક્શન આપતા પોલીસે તેની ધરપકડ કરી હતી. તપાસમાં બહાર આવ્યું કે, મહિલાનું નામ રશ્મી છે અને તે માલવીયા હોસ્પિટલમાં મેડિક્લેઇમ અંગેની કામગીરી કરે છે. મહિલાએ 5 ઇન્જેક્શન સંબંધીને જરૂર છે એમ કહી મહિલાએ 5 ઇન્જેક્શન મેડિકલ સ્ટોર્સમાંથી ખરીદ્યા હતા. બાદમાં પતિ સાથે મળીને વેચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...