કોરોનાથી ખતમ થઈ બે મહામારી!:ગુજરાતમાં ગત 5 વર્ષથી મહામારી બનેલા સ્વાઇન ફ્લૂ અને ડેન્ગ્યૂના નહીવત કેસ

સુરત3 વર્ષ પહેલાલેખક: સૂર્યકાંત તિવારી
  • કૉપી લિંક
  • સ્વાઇન ફ્લૂ- 19 કેસ, 0 મોત, ગયા વર્ષે 4844 પોઝિટિવ, 151 મોત
  • ડેન્ગ્યૂ- અત્યાર સુધી 0 કેસ, 0 મોત, ગયા વર્ષે 14835 પોઝિટિવ, 16 મોત

ડબ્લ્યૂએચઓએ કોવિડ-19ની જેમ સ્વાઈન ફ્લૂને પણ 2009માં મહામારી જાહેર કરી હતી અને ભારતમાં 2009 અને 2014માં બંને વર્ષે 2500 મૃત્યુ દેશભરમાં થયાં હતાં પણ આ વખતે કોવિડ-19માં સરકાર એવી ગૂંચવાઈ છે કે સ્વાઈન ફ્લૂ જેવી ઘાતક બીમારીને પણ ભૂલી ગઈ. એ સાબિત થાય છે કે સ્વાસ્થ્ય વિભાગના આંકડાથી. ગત વર્ષે ગુજરાતમાં જ્યાં સ્વાઈન ફ્લૂના 4844 પોઝિટિવ દર્દી મળ્યા અને 151 મૃત્યુ થયાં ત્યાં ચાલુ વર્ષે ફક્ત જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ફક્ત 19 પોઝિટિવ મળ્યા અને મૃત્યુ એક પણ થયું નથી. માર્ચ, એપ્રિલ અને મેમાં દર્દી મળવાના પણ બંધ થઇ ગયા. જોકે ગત વર્ષે આ છ મહિનામાં જ ગુજરાતમાં 1223 પોઝિટિવ દર્દી મળ્યા હતા.   કંઈક આ પ્રકારનો મામલો ડેન્ગ્યૂનો પણ છે. ગત વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર સુધી રાજ્યમાં જ્યાં ડેન્ગ્યૂના 14 હજાર 835 દર્દી મળ્યા હતા ત્યાં ચાલુ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ફક્ત 1236 કેસ સામે આવ્યા પછી માર્ચ, એપ્રિલ અને મેનો કોઈ ડેટા નથી. ડેન્ગ્યૂથી મૃત્યુ પણ ચાલુ વર્ષે અત્યાર સુધી રિપોર્ટ થયો નથી. મોટો સવાલ તો એ પણ છે કે એવું તો નથી કે સમાન લક્ષણ હોવાને કારણે સ્વાઈન ફ્લૂના દર્દીઓને પણ કોરોનાની જ સારવાર અપાઈ રહી છે. જોકે મેડિકલ એક્સપર્ટ તેનાથી ઈનકાર પણ નથી કરી રહ્યા.

મોટો સવાલ: કેમ કે સ્વાઈન ફ્લૂનાં લક્ષણ પણ કોરોના જેવાં જ છે, ડેન્ગ્યૂમાં પણ તાવ આવે છે તો ક્યાંક આ દર્દીઓને પણ કોરોનાની સારવાર નથી અપાઈ રહી; માર્ચ, એપ્રિલ અને મેમાં ન તો સ્વાઈન ફ્લૂ-ડેન્ગ્યૂની તપાસ થઈ, ન તો દર્દી દાખલ થયા

સ્વાઈન ફ્લૂ : 2019માં એકલા સ્વાઈન ફ્લૂના 4,844 કેસ સામે આવ્યા હતા જેમાં 151 મૃત્યુ થયાં હતાં. જ્યારે 2018માં 2,169 કેસ સામે આવ્યા હતા. જેમાં 97નાં મોત થયા હતા.
ગત વર્ષે આ છ મહિનામાં 1,200થી વધુ સ્વાઈન ફ્લૂ પોઝિટિવ કેસ નોંધાયા હતા

મહિનો201820192020
જાન્યુઆરી180    403  12
ફેબ્રુઆરી    150    380    7
માર્ચ            1203200
એપ્રિલ50  60   0
મે    40    60   0

ડેન્ગ્યૂ: કોરોનાના સમયમાં સ્વાઇન ફ્લૂ અને ડેન્ગ્યૂના કેસો જાણે ગાયબ થઇ ગયા છે. માર્ચથી મે સુધી 0 કેસ મળ્યા છે. ડેન્ગ્યૂના કેસ પણ એકલ- દોકલ આવ્યા. પરંતુ તેનો ઉલ્લેખ સરકારી ડેટામાં નથી. ગત વર્ષે ડેન્ગ્યૂના 14,000થી વધુ કેસો મળ્યા હતા. આ વર્ષે માત્ર 12

2016    8028  
14
2017  4753   6
2018 7579  5
2019    14835  6
2020 (જાન્યુ., ફેબ્રુઆરી)1236  0

લક્ષણ હોવા છતાં તપાસ કોવિડની જ કરી રહ્યા છે

શરદી-ઉધરસ તાવ અને શ્વાસની સમસ્યાવાળા દર્દીઓને કોરોના શકમંદ માની માત્ર કોવિડ-19નો જ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. પોઝિટિવ આવતા કોવિડની ગાઇડલાઇન મુજબ સારવાર થાય છે. નેગેટિવ આવતા શકમંદ માની સારવાર કરે છે. જ્યારે ડોક્ટર જણાવે છે કે એવાં જ લક્ષણ સ્વાઇન ફ્લૂના પણ હોય છે. તાવ જેવી સ્થિતિ ડેન્ગ્યૂમાં પણ હોય છે.

મનપાનો તર્ક-ગરમી હોવાથી આ સમય સ્વાઇન ફ્લૂ, ડેન્ગ્યૂનો નથી
શહેરમાં કોરોનાના 1400 સુધી કેસો આવી ચૂક્યા છે. કોરોના શરૂ થતાં જ મનપાએ માત્ર કોરોના પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. સરકારી રેકોર્ડમાં માર્ચમાં ડેન્ગ્યૂના 7 કેસ આવ્યા. ત્યાર બાદ અત્યાર સુધી ડેન્ગ્યૂ અને સ્વાઇન ફ્લૂનો એક પણ કેસ સરકારી ડેટામાં નથી. મનપા આરોગ્ય વિભાગના અધિકારી ડૉ. કેતન ચોકસી જણાવે છે કે આ સમય સ્વાઇન ફ્લૂ અને ડેન્ગ્યૂની સિઝનનો નથી. વરસાદથી શિયાળા સુધી તેની અસર હોય છે. ગરમીમાં સમાપ્ત થઇ જાય છે.

કોવિડનું દબાણ એટલું કે સ્વાઇન ફ્લૂ-ડેન્ગ્યૂની તપાસ જ બંધ
સિવિલ હોસ્પિટલની માઇક્રોબાયોલોજિકલ લેબમાં માત્ર કોવિડ-19નો જ ટેસ્ટ થાય છે. આ જ લેબમાં સ્વાઇન ફ્લૂનો ટેસ્ટ થતો હતો પરંતુ કોરોના શરૂ થવાના થોડા દિવસ બાદ આ લેબને કોવિડ ટેસ્ટ માટે શરૂ કરી દીધી. માઇક્રોબાયોલોજી વિભાગના એક પ્રોફેસરનું કહેવું છે કે કોરોનાના ટેસ્ટમાં જ સ્ટાફની અછત થઇ જાય છે તો સ્વાઇન ફ્લૂ ટેસ્ટ મુશ્કેલ છે. છતાં ડોક્ટર તપાસ માટે સેમ્પલ આપશે તો ટેસ્ટ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...