ચેકિંગ:દુર્લભ, ઓમ બંસી સહિત માવાના 17 વેપારીને ત્યાં દરોડા, 31 નમૂનાં લેવાયાં

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચંદની પડવાને લઈ સક્રિય થયેલી પાલિકા ઉજવણી પહેલાં રિપોર્ટ કેવી રીતે આપશે તે પ્રશ્ન
 • ભાગળ, હરિપુરા, લાલદરવાજા, કતારગામ વગેરે વિસ્તારોમાં ચેકિંગ

21મીએ ચંદની પડવા તહેવારને ધ્યાનમાં લઈને પાલિકાનું ફુડ વિભાગ હરકતમાં આવ્યું છે. ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમે ભાગળ, હરીપૂરા, લાલદરવાજા, કતારગામ, સરથાણા સહિતના વિસ્તારોમાં માવાના 17 વેપારીઓ ને ત્યાં ચેકિંગ હાથ ધરી 31 નમૂના લઈ પૃથ્થક૨ણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપ્યા છે. જેનો વહેલો રિપોર્ટ આવે તેવી સૂચના આપી છે. જો કે, લોકો વસ્તુ ખાઈ નાખે છે ત્યાર બાદ પૃથ્થકરણનો રિપોર્ટ આવે છે. આ માટે પાલિકો રાજ્ય સરકાર પાસે સ્થળ પર રિપોર્ટ આપતી વિશેષ વાનની માંગણી કરી છે.

માવાના આ વેપારીઓને ત્યાં દરોડ પડ્યા

 • ઓમ બંસી માવા ભંડાર, ભાગળ
 • દુલ્લર્ભભાઈ છગનભાઈ માવાવાલા, બરાનપુરી ભાગળ
 • શંકરલાલ માવાવાલા, તરતીયા હનુમાન શેરી, હરીપુરા
 • શ્રી કનૈયા ડેરી એન્ડ સ્વીટ, ક્રિષ્ના કોમ્પ્લેક્ષ, કતારગામ
 • નંદિકશોર માવાવાલા, કોટસફીલ રોડ
 • જય ભોલે માવા ભંડાર, રૂધનાથપુરા, લાલ દરવાજા
 • શ્રી ક્રિષ્ના માવા ભંડાર, ખાંડવાલાની શેરી, ભાગળ
 • સુ૨જ માવા ભંડાર, હરિપુરા
 • જય અંબે માવા ભંડાર,
 • શ્રી ક્રિષ્ના ડેરી,ભગુનગર સોસાયટી, એલ.એચ. રોડ
 • ક્રિષ્ના માવા ભંડાર, રૂવાલા ટેકરા
 • શ્રીનાથજી ચુનીલાલ માવાવાલા,ભાગળ
 • શંકર માવા ભંડાર, ભાગળ
 • નાની છીપવાડ, અંબાજી રોડ
 • બાબુભાઈ મગનભાઈ પટેલ, સિંગણપોર ચાર રસ્તા
 • વિમલ પ્રકાશચંદ્ર શેઠી,રોડ સાઈડ, રેલ્વે સ્ટેશન
 • અલ્પેશ પટેલ, અમી૨સ હોટલની સામે, સ૨થાણા
 • કમલેશકુમાર વિનોદકુમા૨ શર્મા,ન્યુ બોમ્બે માર્કેટની પાછળ.
અન્ય સમાચારો પણ છે...