તકેદારી:શહેરનાં એન્ટ્રી પોઇન્ટો પર કોરોનાની રેપિડ ટેસ્ટ કરાશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દિવાળી વેકેશનમાં બહારગામ જનારાના ટેસ્ટિંગ
  • લક્ષણ જણાય​​​​​​​ તો આરટી-પીસીઆર પણ કરાવાશે

કોરોના ના છુટાછવાયા કેસો હજુ નોંધાયા રહ્યાં છે, સ્કૂલોમાં વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતાં સ્કૂલ બંધ કરાવવા સુધીના પગલાં આરોગ્ય વિભાગ લઈ રહ્યું છે આવી સ્થિતિમાં પાલિકા કોઈ ચાન્સ લેવા માગતું નથી અને તકેદારીરૂપ દિવાળી વેકેશન માં બહારગામ જનારા પરત ફરતી વેળા શહેરના નાકાંઓ પર રેપિડ ટેસ્ટ કરવામાં આવશે. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, બહારગામ જનારા ના શહેરના તમામ નાકા, એન્ટ્રી પોઇન્ટ પર ચેકિગ કરવામાં આવશે.

જે વ્યક્તિ ધ્યાન ને તાવ,શરદી, ખાંસી જેવા લક્ષણો જણાય તો તેમના આરટી-પીસીઆર પણ કરાવી શકે છે. શહેરમાં પ્રવેશતા લોકોને ચેકીગ માટે આરોગ્ય વિભાગે જુદી-જુદી 12 ટીમ પણ બનાવી છે. આરટીપીસીઆર ફરજિયાત કરવાની જાહેરાત બાદ પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ બહારગામ થી પરત આવનારાઓએ ટેસ્ટ કરાવવા નું ઇચ્છનીય છે. તેમ કહી આરટી-પીસીઆર ફરજિયાત નહીં હોવાનો અણસાર આપ્યો છે. જ્યારે સંક્રમણ વધે નહીં તે માટે તકેદારીરૂપ તમામ એન્ટ્રી પોઇન્ટ પર ટેસ્ટિગ કરાશે.

અન્ય સમાચારો પણ છે...