દુષ્કર્મની ફરિયાદ:લિંબાયતમાં 15 વર્ષની કિશોરી પર રેપ કરી ગર્ભવતી બનાવી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કિશોરીને ઊલટીઓ થતા માતાને જાણ થઈ

લિંબાયતમાં 15 વર્ષની કિશોરી સાથે યુવકે બળાત્કાર ગુજારી તેણીને ગર્ભવતી બનાવી દીધી હતી. કિશોરીને ઉલટીઓ થતા તે ગર્ભવતી હોવાની ખબર પડી હતી. જેથી કિશોરીની માતાએ આરોપી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, લિંબાયત મીઠીખાડી વિસ્તારમાં શ્રમજીવી પરિવાર રહે છે. પરિવારમાં માત્ર માતા અને તેની 15 વર્ષની દીકરી નીલોફર( નામ બદલ્યું છે) છે. રવિવારે તેની તબિયત બગડી હતી. જેથી તેની માતા તેને દવાખાને લઈ ગઈ હતી. ત્યાર બાદ નીલોફરને ઉલટીઓ થવા લાગી હતી. તેની માતાએ મેડિકલમાંથી કીટ લાવીને તપાસતા ખબર પડી કે નીલોફર ગર્ભવતી છે. ત્યારે નિલોફરે તેની માતાને જણાવ્યું હતું કે, દોઢેક મહિના પહેલા તે શાક માર્કેટમાં ગઈ હતી ત્યારે અમન અનિશ અંસારીએ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. તેથી નિલોફરની માતા આરોપીના ઘરે જઈ તેના પિતાને કહેવા જતા અમનના પિતા અનિશે પણ ધમકી આપી હતી કે, તેરી લડકી કો જાનસે માર દુંગા. તેથી નિલોફરની માતાએ અમન અને તેના પિતા અનિશ સામે લિંબાયત પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...