સુરત બાળકી દુષ્કર્મ-હત્યા કેસ:આરોપીના વકીલે કહ્યું- આરોપીએ તમામ આરોપો નકાર્યા, આવતી કાલે પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટર, પંચ અને 22 સાક્ષીની જુબાની લેવાશે

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતક બાળકી અને આરોપી. - Divya Bhaskar
મૃતક બાળકી અને આરોપી.
  • આરોપીએ વકીલને કહ્યું- પોલીસ મને શંકાના આધારે પકડી લાવી છે
  • સચોટ પુરાવાથી ઝડપી ન્યાય મળશેઃ મૃતક બાળકીના વકીલ

સુરતના વડોદમાં અઢી વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી તેની નિર્દયતાપૂર્વક હત્યા કરવાના કેસમાં શહેર પોલીસે કાબિલેદાદ કહી શકાય એ રીતે માત્ર 7 જ દિવસમાં 246 પાનાંની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે. જેમાં આજે આરોપી ગુડ્ડુ મધેશ યાદવને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તેણે પોતાનો વકીલ નીમ્યો હતો. આરોપીના વકીલે જણાવ્યું હતું હતું કે આરોપીએ તમામ આરોપો નકારી કાઢ્યા છે અને તેને પોલીસે શંકાના આધારે પકડ્યો હોવાનું જણાવ્યું હતું. જ્યારે ચાર્જશીટમાં સચોટ પુરાવા હોવાથી મૃતક બાળકીના વકીલે ઝડપથી ન્યાય મળવાનો આશાવાદ સેવ્યો હતો. દરમિયાન આવતી કાલે આ કેસમાં કોર્ટમાં પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટર, પંચ અને 22 સાક્ષીની જુબાની લેવામાં આવશે.

મૃતક બાળકીને ઝડપથી ન્યાય મળશે
સરકારી વકીલ નયન સુખડવાળાએ જણાવ્યું હતું કે, પાંડેસરા પોલીસે કોર્ટમાં 7 દિવસમાં જ 246 પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે. સીસીટીવી, ગેઇટ એનાલિસિસ, ફોરેન્સિક, સંયોગિક પુરાવાઓ સાથે ચાર્જશીટ દાખલ કરી છે. કોર્ટમાં સચોટ પુરાવા મુકવામાં આવ્યા છે. જેથી આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે કામગીરી કરવામાં આવશે. સચોટ પુરાવા હોવાથી મૃતક બાળકીના વકીલે ઝડપથી ન્યાય મળશે.

આરોપીના વકીલે વકીલનામુ મૂક્યું
કિશન વાઘેલા (આરોપીના વકીલ)એ જણાવ્યું હતું કે, મે આજે કોર્ટમાં આરોપી તરફી વકીલનામુ મૂક્યું છે. આરોપી કહે છે પોલીસ તેને શંકાના આધારે પકડી લાવી છે. તેણે તમામ આરોપો નકારી કાઢ્યા છે. જેથી ચાર્જશીટનો અભ્યાસ કરી અને ન્યાય અપાવવાનો પ્રયાસ કરીશ.

આરોપી બાળકીને લઈને જતો સીસીટીવીમાં કેદ થયો હતો.
આરોપી બાળકીને લઈને જતો સીસીટીવીમાં કેદ થયો હતો.

7 જ દિવસમાં 246 પાનાંની ચાર્જશીટ કોર્ટમાં રજૂ
વડોદમાં દિવાળીના દિવસે અપહરણ બાદ અઢી વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા કરવાના કેસમાં માત્ર 7 જ દિવસમાં 246 પાનાંની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. આ સાથે જ આરોપીને ઝડપી સજા થાય એ માટે આજ રોજ દસ્તાવેજી પુરાવાનું લિસ્ટ પણ રજૂ કરી દેવામાં આવ્યું છે. નોંધનીય છે કે, અગાઉ સચીન જીઆઇડીસી ખાતે પાંચ વર્ષની બાળકી પર બળાત્કારના કેસમાં આરોપી સામે 10 જ દિવસમાં ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી દેવાઈ હતી. કેસ સાથે સંકળાયેલાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ આશા વ્યક્ત કરી કે, સંભવત: આ મહિનાના અંત સુધી ટ્રાયલ પણ શરૂ થાય એવી તૈયારીઓ છે.

બે દિવસ બાદ લાશ મળી હતી
વડોદમાં રહેતી અઢી વર્ષની બાળકીને નજીકમાં રહેતો ગુડ્ડુ મધેશ યાદવ દિવાળીની સાંજે અપહરણ કરી પાંડેસરાની એક ડાઇંગ મીલની પાછળ ઝાડીમાં લઇ જઇ રેપ કરી હત્યા કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. બાળકીની લાશ બે દિવસ બાદ મળી હતી.

આરોપી ઘટનાના ચાર દિવસ બાદ ઝડપાયો હતો.
આરોપી ઘટનાના ચાર દિવસ બાદ ઝડપાયો હતો.

ચાર્જશીટમાં 68 સાક્ષી
પોલીસે આરોપીની ધરપકડ બાદ તરત જ ચાર્જશીટની તૈયારી શરૂ કરી હતી. આજે રજૂ કરાયેલી ચાર્જશીટ 246 પાનાંની છે અને તેમાં 68 સાક્ષીઓ છે. મેઈન તમામ સાક્ષીઓના નિવેદનો ખાસ લેવામાં આવ્યા છે.

5 જ દિવસમાં FSL રિપોર્ટ
પોલીસે જે ચાર્જશીટ રજૂ કરી છે તેમાં એફએસએલનો રિપોર્ટ પાંચ જ દિવસમાં તૈયાર કરી લેવાયો હતો. આ ઉપરાંત 68 સાક્ષીઓના નિવેદન છે. નોંધનીય છે કે જે તે સમયે બાળકીને શોઘવા માટે 150થી વધુ પોલીસજવાનોની ટીમ તૈયાર કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...