સુરત રેપ વિથ મર્ડર કેસ:આરોપી સામે તહોમતનામું ફટકારવામાં આવ્યું, બાળકીનું અપહરણ કરીને લઈ જતા જોનાર 11 સાક્ષીઓની સર-ઉલટ તપાસ શરૂ

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતક બાળકી અને આરોપીની તસવીર. - Divya Bhaskar
મૃતક બાળકી અને આરોપીની તસવીર.
  • ગતરોજ અંદાજે 19 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી

સુરતના પાંડેસરા-વડોદ ગામમાં રહેતાં એક શ્રમજીવી પરિવારની અઢી વર્ષની બાળકીનું દિવાળીની રાત્રે અપહરણ બાદ બળાત્કાર અને ત્યારબાદ નિર્મમ હત્યા કેસમાં આરોપી સામે તહોમતનામું ફટકારવામાં આવ્યું હતું. ગતરોજ અંદાજે 19 સાક્ષીઓની જુબાની લેવાયા બાદ આજે બાળકીનું અપહરણ કરી આરોપી લઈ જતો હતો તે જોનારા 11 સાક્ષીઓની સર-ઉલટ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું.

સાક્ષીઓની સર-ઉલટ તપાસમાં ફરિયાદી પણ સામેલ
વડોદમાં અઢી વર્ષની બાળકી પર બળાત્કાર કરી તેની નિર્દયતા પૂર્વક હત્યા કરનારા મૂળ યુ.પી.ના રહેવાસી એવા હવસખોર ગુડ્ડુ યાદવ સામેના કેસમાં બુધવારે 19 સાક્ષીઓની સર-ઉલટ તપાસ થઈ હતી. હવે વધુ 11 સાક્ષી ચકાસવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ફરિયાદી પણ સામેલ છે. આ ઉપરાંત પોલીસના પંચો પણ ચકાસાશે. પોલીસે 7 જ દિવસમાં ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. દરમિયાન બુધવારે 22 સાક્ષીઓની ચકાસણી કરાઈ હતી.

7 જ દિવસમાં 246 પાનાંની ચાર્જશીટ કોર્ટમાં રજૂ
વડોદમાં દિવાળીના દિવસે અપહરણ બાદ અઢી વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા કરવાના કેસમાં માત્ર 7 જ દિવસમાં 246 પાનાંની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. આ સાથે જ આરોપીને ઝડપી સજા થાય એ માટે આજ રોજ દસ્તાવેજી પુરાવાનું લિસ્ટ પણ રજૂ કરી દેવામાં આવ્યું છે. નોંધનીય છે કે, અગાઉ સચીન જીઆઇડીસી ખાતે પાંચ વર્ષની બાળકી પર બળાત્કારના કેસમાં આરોપી સામે 10 જ દિવસમાં ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી દેવાઈ હતી.

ચાર્જશીટમાં 68 સાક્ષી
પોલીસે આરોપીની ધરપકડ બાદ તરત જ ચાર્જશીટની તૈયારી શરૂ કરી હતી. રજૂ કરાયેલી ચાર્જશીટ 246 પાનાંની છે અને તેમાં 68 સાક્ષીઓ છે. મેઈન તમામ સાક્ષીઓના નિવેદનો ખાસ લેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...