સુરતમાં મજૂર મહિલા સાથે દુષ્કર્મ:હીરા કારખાનામાં મેનેજરની નોકરીની લાલચ આપી 3 સંતાનની માતા પર વારંવાર રેપ કર્યો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સરથાણા પોલીસે વરાછાના યુવકની ધરપકડ કરી

સરથાણાની મહિલાને હીરા કારખાનામાં મેનેજરની નોકરી અપાવવાના બહાને બોલાવી હોટલમાં લઈ જઈ રેપ કર્યો હતો. સરથાણામાં રહેતી મોનાલી( નામ બદલ્યું છે) 3 સંતાનની માતા છે. તે હીરાના કારખાનામાં મજુરી કરે છે.

એક સંસ્થાના કાર્યક્રમમાં એકાદ વર્ષ પહેલા આરોપી નિલેશ ઘનશ્યામ લાઠિયા(રહે. સાંઈ શ્રધ્ધા રેસિડેન્સી,સૌરાષ્ટ્ર રેસિડેન્સીની બાજુમાં,સુદામા ચોક, મોટા વરાછા) સાથે મુલાકાત થતા તેણે હીરાના કારખાનામાં 25થી 30 હજાર પગાર તરીકે મેનેજરની નોકરીની લાલચ આપી હતી. બાદમાં કતારગામ બોલાવી યોગીચોકની એક હોટલમાં લઈ જઈ રેપ કર્યો હતો. ત્યાર બાદ કેટલાક ફોટો વાઈરલ કરવાની અને તે ફોટો સાસાયટીની આજુબાજુમાં લગાવવાની ધમકી આપી ભરૂચ લઈ જઈ રેપ કર્યો હતો. જેથી નિલેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ધરપકડ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...