હુકમ:અમરોલીની કિશોરી પર રેપ કરનારાને 20 વર્ષની સજા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આરોપી લગ્નની લાલચે જૂનાગઢ - સોમનાથ લઇ જઈ 15 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ કર્યું હતું

અમરોલી ખાતે રહેતી 15 વર્ષની કિશોરીને લગ્નની લાલચે ભગાવી જઇ તેની પર બળાત્કાર ગુજારનારા 31 વર્ષીય શિવા મકવાણાને કોર્ટે 20 વર્ષની સજા અને રૂ.20 હજાર દંડ અને જો ન ભરે તો વધુ 1 વર્ષની સજાનો હુકમ કર્યો હતો. સરકાર તરફે એપીપી વિશાલ ફળદુએ દલીલો કરી હતી. પીડિતાને વળતર પેટે રૂ. 3 લાખ ચૂકવવા આદેશ કરાયો છે. 69 પાનાના પોતાના ચુકાદામાં કોર્ટે નોંધ્યુ હતું કે, યાતના ભોગ બનનારે નહીં પરંતુ કુંટુંબિજનોએ પણ ભોગવવી પડતી હોય છે. યાતનાનું કોઈપણ સંજોગોમાં નાણાકિય મૂલ્ય આંકી શકાય નહીં.

રાત્રે દોઢ વાગ્યે જોયુ તો દીકરી ઘરમા ન હતી
31 જુલાઇ,19ના રોજ ઘરના સભ્યો સૂતા હતા ત્યારે ફરિયાદી રાત્રે દોઢ વાગ્યે પાણી પીવા ઉઠ્યા તો દીકરી ઘરમા ન હતી. સોસાયટીના CCTV પણ ચેક કર્યા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યંુ કે, આરોપી શિવા મકવાણા (રહે. આનંદ એપાર્ટમેન્ટ,કાપોદ્રા) કિશોરીને ભગાવી ગયો હતો અને તેની પર એક કરતા અનેકવાર બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીની ધરપકડ બાદ તેની સામે કેસ ચાલ્યો હતો અને કોર્ટે વીસ વર્ષની સજાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...