તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ડિંડોલીમાં સાડા 4 વર્ષની બાળકી ઉપર બળાત્કાર

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કલર કામ કરનાર યુવક બાળકીને બિસ્કિટ ખવડાવવાની લાલચે રૂમમાં લઈ ગયો હતો

ડિંડોલી વિસ્તારમાં રહેતી સાડા ચાર વર્ષની બાળકી સાથે કલરકામ કરતા યુવકે બિસ્કિટની લાલચ આપીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.આરોપીને બાળકીના પિતા મારવારના હતા પરંતુ બાળકીના કાકાએ પોલીસ ફરિયાદ કરવાનું કહેતા ગુનો નોંધાવ્યો હતો.

ડિંડોલી પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર ડિંડોલીની એક સોસાયટીમાં રાકેશ( નામ બદલ્યું છે) પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની ઉપરાંત બે દીકરીઓ અને માતા છે. મોટી દીકરી સાડા ચાર વર્ષની છે. જેનું નામ નિર્ભયા( નામ બદલ્યું છે) છે.રાકેશ જે સોસાયટીમાં રહે છે ત્યાં એક મકાનમાં કલરકામ ચાલે છે. બુધવારે સવારે નિર્ભયા ઘર પાસે રમતી હતી. ત્યારે કલરકામ કરનારે નિર્ભયાને બિસ્કિટ ખવડાવવાની લાલચ આપીને રૂમમાં લઈ ગયો હતો. તેને નિર્ભયા પર બળાત્કાર ગુજાર્યો હતો.

નિર્ભયાને દુખાવો થતા તે રડવા લાગી હતી. તેથી આરોપીએ તેનીને છોડી મુકી હતી. નિર્ભયાએ ઘરે આવીને દાદીને આ વાત કરી હતી. ત્યાર બાદ રાત્રે રાકેશ કામ પરથી પરત ફર્યો ત્યારે નિર્ભયાએ તેના પિતાને કહ્યું કે કલરકામ કરનાર અંકલેે બિસ્કિટ આપવાનું કહીને બાથરૂમમાં લઈ જઈ તેની સાથે ગંદુ-ગંદુ કરવા લાગ્યો હતો. ગુરુવારે સવારે કલરકામ કરનાર આરોપી આવતા ગોલુ રામમિલન શ્રીકુમાર યાદવ( ૨૨ વર્ષ.રહે. જગદંબા નગર,ડિંડોલી) આવતા તેને જોઈને રાકેશ ઉશ્કેરાયો હતો. રાકેશ તેને મારવા માટે નિકળ્યો હતો. પરંતુ રાકેશના ભાઈએ તેને રોકીને ફરિયાદ કરવાનું કહેતા રાકેશે ગોલુ વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગોલુની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.

આરોપીએ પીડિતાની દાદીની માફી માંગી હતી
બુધવારે નિર્ભયા રૂમમાંથી રડતા-રડતા બહાર આવી ત્યારે તેની દાદીએ પૂછતા કલરકામ કરતા અંકલે તેની સાથે ગંદુ કામ કર્યું હોવાનું જણાવ્યું હતું. દાદીએ ગોલુને પૂછતા તેને કહ્યું કે બિસ્કિટ આપી હતી. મારાથી ભુલ થઈ ગઈ છે. હવે આવું ન થાય.

અન્ય સમાચારો પણ છે...