આદેશ:17 વર્ષની કિશોરી પર રેપ, આરોપીને 20 વર્ષની સજા, 2021માં ગોડાદરામાં ગુનો નોંધાયો હતો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સમાજ માટે લાલબત્તી સમાન: કોર્ટ

ગોડાદરામાં 17 વર્ષની કિશોરી પર બળાત્કાર ગુજારનારા 27 વર્ષીય આરોપીને કોર્ટે 20 વર્ષની સજા રૂપિયા દસ હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજાનો હુકમ કર્યો હતો. સરકાર તરફે એપીપી દિપેશ દવે અને મૂળ ફરિયાદી તરફે એડવોકેટ કમરૂદ્દીન બક્ષીએ દલીલો કરી હતી. કોર્ટે નોંધ્યું હતું કે આવી તરૂણાવસ્થા દરમિયાન પોતાની પ્રેમજાળમાં ફસાવી શારીરિક જાતિય સતામણી અને બળાત્કારના જે બનાવો વધી રહ્યા છે તે લાલબત્તી સમાન છે.

ગોડાદરા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ધોરણ 12માં અભ્યાસ કરતી 17 વર્ષીય કિશોરીના મહોલ્લામાં જ રહેતો આરોપી રાહલુ પાલએ વર્ષ 2021માં પીડિતા સાથે મિત્રતા કેળવી તેને ઘરની પાછળના ભાગે બોલાવી બળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવ અગાઉ આરોપી અને પીડિતા સાથે જોવા મળતા બંને પક્ષે સમાધાન કરવામાં આવ્યું હતું.

પરંતુ ત્યારબાદ પણ આરોપી સુધર્યો નહતો. ફરિયાદીના ઘરની સામે જોવા મળતા ફરિયાદીના ભાઈ સાથે ગાળાગાળી કરી હતી. ગોડાદરા પોલીસ મથકમાં પોક્સો એક્ટ હેઠળ બળાત્કારની ફરિયાદ નોંધાતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટમાં કેસ ચાલતા દલીલો બાદ આજે આરોપીને 20 વર્ષની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...