તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કાપોદ્રાની સગીરાને ભગાડી જનાર ભાવનગરના 16 વર્ષીય કિશોર સામે રેપ-પોક્સોનો ગુનો દાખલ

સુરત20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • સોશિયલ સાઈટથી સંર્પકમાં આવ્યા હતા, પરિવારે ન સ્વીકારતા મંદિરમાં લગ્ન પણ કર્યા

કાપોદ્રામાં કારગીલ ચોક વિસ્તારમાં રહેતી 15 વર્ષીય અમિતા (નામ બદલ્યું છે) 3જી ફેબ્રુઅારીએ ગુમ થઈ ગઈ હતી. તેની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અમિતા સ્માર્ટ ફોન વાપરતી હતી.ફોનની તપાસ કરતા અઠવાડિયા બાદ લોકેશન ભાવનગરનું ધોળા ગામ આવ્યું હતું. ત્યાં જઈ તપાસ કરી તો ખબર પડી કે કિશોરીનું લોકેશન સુરત આવે છે. તે સતત જે ફોન નંબરવાળા વ્યકિત સાથે સંપર્કમાં હતી તેનું લોકેશન કઢાવતા સુરત આવતા બંનેને કાપોદ્રામાંથી શોધી કાઢ્યા હતા. અમિતાની સાથે સાથે ધો.10માં ભણતાે 16 વર્ષીય રોહન (નામ બદલ્યું છે) મળી આવ્યો હતો.

તેમની પુછપરછમાં પોલીસને ચોંકાવનારી વિગતો મળી હતી. બંને જણા સોશિયલ સાઇટથી સંપર્કમાં આવ્યા હતા. રોહન ભાવનગરના ધોળા ગામમાં પિતા સાથે રહે છે. 3જી તારીખે તે ધોળાથી સુરત આવી લગ્નની લાલચ આપી અમિતાને લઈ ગયો હતો. રોહનના પિતાએ સ્વીકારવાનો ઇનકાર કરતા મંદિરમાં લગ્ન કરી ભાવનગરમાં ભાડેથી મકાન લઈને પતિ-પત્ની તરીકે રહેતા હતા. અઠવાડિયામાં રોહને ચાર વખત અમિતા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. રોહનને પોર્ન ફિલ્મ જોવાની ટેવ છે. રોહન વિરુદ્ધ બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો