તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુસ્કર્મ:ડિંડોલીમાં ડિવોર્સી મહિલા સાથે લગ્નની લાલચે રેપ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • યુવકે મહિલાના બાળકોને મારવાની ધમકી આપી

ડિંડોલીની ડિવોર્સી મહિલાને કારમાં લિફ્ટ આપતા થયેલી મિત્રતા બાદ વડોદરાના યુવકે લગ્નની લાલચે વારંવાર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ યુવકે લગ્ન કરવાનો ઇન્કાર કરી મહિલાને ધમકી આપતા તેણીએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.

ડિંડોલીમાં રહેતી 26 વર્ષીય સ્નેહા( નામ બદલ્યું છે) હાલ ડિવોર્સી છે. તેને 3 અને 1 વર્ષના બે દીકરા છે. સ્નેહા શાકભાજી વેચે છે. ફ્રેબ્રુઆરીમાં સણિયા કણદે ગામમાં તે મકાન જોવા ગઈ હતી. ત્યારે ત્યાંથી પરત ફરતી વખતે રસ્તામાં એક કારવાળાએ તેને લિફ્ટ આપી હતી.

દરમિયાન બંન્ને વચ્ચે મિત્રતા થઈ ગઈ હતી અને બંનેએ એકબીજાને નંબર આપ્યો હતો.કારવાળો રાહુલ બારિયા (રહે. જલારામનગર, મિયાંગામ કરજણ, વડોદરા) અને યુવતી નિયમિત મળતા હોવાથી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. રાહુલે સ્નેહાને લગ્ન કરવાની વાત કરતા તેણીએ હા પાડી હતી.

ત્યાર બાદ બંને વચ્ચે હોટલ તેમજ અન્ય જગ્યાએ ઘણી વાર શરીર સંબંધ બંધાયા હતા. જોકે, ત્યારબાદ રાહુલે લગ્ન કરવાનો ઇન્કાર કરી ધમકી આપી કે, હું જ્યારે આવું ત્યારે સંબંધ બાંધીશ, જો નહીં બાંધવા દે તો તેના બંને બાળકોને મારી નાખશે. જેથી સ્નેહાઅે રાહુલ વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...