તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:નાટયકલાકારોને મંચ પૂરું પાડવા માટે સ્પા દ્વારા તા.26 માર્ચથી રંગહોત્ર-3 યોજાશે

સુરત7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાત્ર ભજવનાર અને દિગ્દર્શકે સ્પાના સભ્ય હોવું આવશ્યક

શહેરના નાટયકલાકારોને મંચ પૂરું પાડવા માટે સુરત પરર્ફોમિંગ આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી વિશ્વ રંગભૂમિના દિવસે રંગહોત્રનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આ વખતે તા.26,27 અને 28 માર્ચના રોજ રંગહોત્રનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વર્ષે કોરોનાને ધ્યાનમાં રાખીને અનુક્રમે 4 કલાક, 10 કલાક અને 10 કલાક સુધી નાટકો ભજવાશે. તેમજ આ વર્ષે દરેક નવા નાટકો ભજવાશે. જો કોવિડની પરિસ્થિતિ પ્રમાણે દરેક નીતી-નિયમોને આધારે જ પ્રવૃત્તિ કરવામાં આવશે.

કોવિડની પરિસ્થિતિ પ્રમાણે નિયમોને આધારે પ્રવૃત્તિ કરાશે
આ રંગહોત્રમાં 30 મિનિટની કૃતિ અને 10 મિનિટની કૃતિને સ્થાન આપવામાં આવશે.
ભાષાનું કોઈ બંધન નથી. કોઈપણ ભાષામાં નાટક ભજવી શકાશે.
રંગહોત્રમાં પાત્ર ભજવનાર અને દિગ્દર્શક સ્પાના સભ્ય હોવું આવશ્યક છે.
દરેકે નવી જ કૃતિ ભજવવાની રહેશે. જૂના રંગહોત્રની કે થિયેટર કેફેની કૃતિનો સમાવેશ કરી શકાશે નહી.
ઉપરાંત આમાં ભજવેલી કૃતિ થિયેટર કાફેમાં ભજવી શકાશે નહીં.
સ્ક્રૂટિની કરવાની રહેશે.
રંગહોત્રમાં ભાગ લેવા માટે સ્પા સંસ્થાનો સંપર્ક કરવો.
થિયેટર કાફે એપ્રિલથી શરૂ કરવામાં આવશે.

ગયા વર્ષે કોરોનાને કારણે આ પ્રવૃત્તિ શક્ય બની ન હતી તેથી ગયા વર્ષે જે કલાકારો સભ્ય બન્યા હતા તેમણે આ વર્ષે કોઈ સભ્ય ફી ભરવાની રહેશે નહિ. અને તેઓ આ વર્ષે સભ્ય તરીકે જ કાર્યરત ગણાશે. આ વર્ષે બને તેટલા નવા નાટકો થાય એવા પ્રયત્નો કરવામાં આવશે. - કપિલદેવ શુકલ, પ્રમુખ-સ્પા સંસ્થા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો