મકાનનું ભાડુ, ટીવી-ફીઝના હપ્તા અને બાળકોની સ્કુલ ફી ભરવાની બાકી હોય, આથી યુવકે પોતાનું અપહરણનું નાટક કરી 1 લાખની ખંડણી માંગી હતી. આ ગુનામાં રાંદેર પોલીસે સીસીટીવી કેમેરા અને યુવકની બાઇક ચૌધરી લખેલું હતું, તેના પરથી યુવકને અંકલેશ્વર ખાતેથી શોધી કાઢયો હતો.
રાંદેર આયશા પેલેસમાં રહેતા 26 વર્ષીય મુબારક હુશેનનું અપહરણ કરી 1 લાખની ખંડણી માંગતો પત્નીના ફોન પર મેસેજ આવતા રાંદેર પોલીસ દોડતી થઈ ગઇ હતી.પોલીસે ટોલના સીસીટીવી ફુટેજ ચેક કરતાં તે કોંસબા તરફ જતો દેખાયો હતો. યુવકે મોબાઇલ ચાલુ કરતા લોકેશન કીમ-કોંસબા આવ્યું આથી ટીમે અંકલેશ્વર પેટ્રોલપંપ પાસેથી તેને શોધી કાઢયો હતો.
મુબારકનો ભાઈ બશીર સાઉથ આફ્રિકામાં રહે છે. બશીરે તેને ઘર માટે ટીવી,ફીઝ અને વોશિંગ મશીન લાવવા 1 લાખ મોકલ્યા હતા. મુબારકે ટીવી અને ફીઝ હપ્તેથી લઈ ભાઈએ આપેલા પૈસા વાપરી નાખ્યા ઉપરથી હપ્તા ભરતો ન હતો અને નોકરીએ જવાનું કહી બહાર ફર્યા કરતો અને નોકરી પર ગયો એવું દેખાડવા સાંજે પત્નીને 300 રૂપિયા આપતો યુવકે અપહરણનું નાટક કર્યુ જેનાથી પત્ની સસરા કે ભાઈ પાસેથી 1 લાખની રકમ લાવે તો તે પૈસાથી હપ્તા, ફી અને ભાડું ભરી દેવાનો પ્લાન હતો. પોલીસે સીસીટીવી આધારે શોધી કાઢ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.