ડિમોલિશન:રાંદેરનું જર્જરિત નિલાંજન એપાર્ટમેન્ટ આખરે તોડાશે

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 10 વર્ષમાં 10 નોટિસ ફટકારવા છતાં અમલ નહીં, પાલિકા હવે ડિમોલિશન ખર્ચ વસૂલશે

રાંદેર રોડ પર ના જર્જરિત થઈ ગયેલા નિલાંજન એપાર્ટમેન્ટ ને આખરે પાલિકાએ ઉતારી પાડવા માટે નો નિર્ણય લઈ લીધી છે અને ડિમોલીશન માટે ટેન્ડર ઈશ્યૂ પણ કરી દેવામાં આવ્યાં છે. નવયુગ કોલેજ ની સામે જ મુખ્ય રોડ પર આ જોખમી એપાર્ટમેન્ટ હોય રાહદારીઓ અને આસપાસ ના લોકો માટે મુસીબત નોંતરી શકે છે તેથી મિલકતદારો પાસેથી ડિમોલીશન ખર્ચ વસુલ કરી ને ડિમોલીશન કરવા તૈયારી કરવાઈ છે.

નિલાંજન એપાર્ટમેન્ટ 2010થી જર્જરિત થઈ ગયું હોય રિપેરિંગ માટે 10 થી વધુ નોટિસો ફટકારાઈ ચુકી છે. પરંતુ એપાર્ટમેન્ટ ના ફ્લેટ ધારકોએ તસ્દી નહીં લેતાં ગત વર્ષ 2019 માં રાંદેર ઝોને 49 ફ્લેટ અને 23 દુકાનો ને સીલ મારી દીધું હતું. અગાઉ ગેલેરી નો ભાગ તૂટી પડતાં બે વ્યક્તિને ઈજા પણ પહોંચી હતી. તેથી રાંદેર ઝોને હવે ડિમોલીશન કરવા માટે ટેન્ડર ઇશ્યૂ કર્યાં છે 23 જુલાઈ તેનો અંતિમ દિવસ છે. ત્યાર બાદ ઇજારો સોંપી જોખમી નિલાંજન એપાર્ટમેન્ટ ને જમીનદોસ્ત કરી દેવાશે.