ડિઝાઇનમાં ફેરફાર:રાંદેરના 200 વર્ષ જૂના મકાન જેવી એરપોર્ટની ડિઝાઇન તૈયાર

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આવું હશે એરપોર્ટનું ફ્રન્ટ એલિવેશન - Divya Bhaskar
આવું હશે એરપોર્ટનું ફ્રન્ટ એલિવેશન
  • આ વર્ષે 31 ડિસેમ્બર સુધીમાં બાંધકામ પૂર્ણ થઈ જશે

એએઆઇએ સુરત એરપોર્ટના ફ્રન્ટ એલિવેશનની ડિઝાઇનમાં ફેરફાર કર્યો છે. અંદાજે 200 વર્ષ જૂના રાંદેરના જૈન ટ્રસ્ટના મકાનના પહેલા માળની ડિઝાઇનને પસંદ કરાઈ છે. એએઆઇ રૂ. 353 કરોડના ખર્ચે સુરત એરપોર્ટના ડેવલોપમેન્ટનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. 58%થી વધુકામ પૂર્ણ થઈ ગયું છે અને બિલ્ડિંગ 31મી ડિસેમ્બર 2022 સુધીમાં તૈયાર થઈ જશે.

13મી સદીના જૈન અને મુસ્લિમ સ્થાપત્ય શૈલીના આધારે બનેલા રાંદેરના આ ઐતિહાસિક 200 વર્ષ જૂના મકાનની ડિઝાઇન મુજબ સુરત એરપોર્ટના ફ્રંટ એલિવેશનને ડિઝાઇન કરવામાં આવ્યું છે.
13મી સદીના જૈન અને મુસ્લિમ સ્થાપત્ય શૈલીના આધારે બનેલા રાંદેરના આ ઐતિહાસિક 200 વર્ષ જૂના મકાનની ડિઝાઇન મુજબ સુરત એરપોર્ટના ફ્રંટ એલિવેશનને ડિઝાઇન કરવામાં આવ્યું છે.

ટર્મિનલની વિશેષતા : નવું ટર્મિનલ 25,520 ચો.મી.ના ક્ષેત્રમાં તૈયાર થશે, જે દર કલાકે 1200 ઘરેલું અને 600 આંતરરાષ્ટ્રીય મુસાફરોને સંચાલિત કરવામાં સક્ષમ હશે. આ ટર્મિનલમાં 20 ચેક-ઇન કાઉન્ટર્સ, 5 એરોબ્રિજ, 5 બેગેજ બેલ્ટ, 475 વાહનો અને કાર પાર્કિંગ હશે. સુરતમાં એક સાથે 23 વિમાનો પાર્કિંગ થઇ શકશે. એપ્રોનનું વિસ્તરણ અને પેરેલલ ટેક્સી ટ્રેકનું નિર્માણ થશે. એરોબ્રિજ 2થી વધીને 5 થશે.

અન્ય સમાચારો પણ છે...