તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:ગટરનું પાણી ભળી જતાં રાંદેરમાં પીવાનું ગંદું પાણી અપાયું, ફરિયાદ કરતા 15% પાણી કાપ

સુરત11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લોકોની ફરિયાદો પછી પાલિકાએ મરામત કામગીરી શરૂ કરી

રાંદેર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ડ્રેનેજનું પાણી મિશ્ર થતાં એમોનિયાનું પ્રમાણ વધતા દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું છે. દુર્ગંધયુક્ત અને ખરાબ પીવાનું પાણી આવી રહ્યું હોવાની ફરિયાદ પાલિકાને મળતા ક્લોરીનનું પ્રમાણ વધારી દેવામાં આવ્યું હતું. આ સાથે પાણીની ક્વોલિટી ખરાબ થતાં રાંદેર વિસ્તારમાં શનિવારે 15 ટકાનો પાણી કાપ મુકવામાં આવ્યો હતો.

વરિયાવ ખાડીમાંથી ડ્રેનેજનું પાણી તાપી નદીમાં જઇ રહ્યું છે. ખાડી નજીક તબેલા અને વસાહતો આવેલી છે. જેનું ડ્રેનેજનું પાણી ખાડી મારફતે તાપી નદીમાં ભળી રહ્યું છે. જેથી પાણીની ગુણવત્તા બગડી હોવાની માહિતી મળી છે. દુર્ગંધને નિયંત્રણમાં કરવા માટે પાલિકા દ્વારા પાણીમાં ક્લોરીનનું પ્રમાણ વધારી દીધું છે. સમગ્ર રાંદેર વિસ્તારમાં દુર્ગંધયુક્ત પાણીની ફરિયાદ ઉઠતાં હાઇડ્રોલિક વિભાગ, ડ્રેનેજ વિભાગ રાંદેર ઝોનના અધિકારીઓ મરામત કામગીરી શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો