શહેર-જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ નોંધાયો હતો. શહેરમાં રાંદેર, કતારગામ અને વરાછામાં સવારે 8થી 10 વાગ્યા સુધીમાં વરસાદ પડ્યો હતો. જ્યારે જિલ્લામાં માંડવી, ઉમરપાડા, વ્યારા, ડોલવણમાં વરસાદી માહોલ રહ્યો હતો. સૌથી વધુ વરસાદ રાંદેર ઝોનમાં 2 કલાકમાં 1.18 ઇંચ પડ્યો હતો. જ્યારે કતારગામમાં 8 મીમી અને વરાછા-એમાં 1 મીમી વરસાદ થયો હતો જ્યારે ઉધના, અઠવા, લિંબાયતમાં ઝાપટાં પડ્યા હતા.સુરત જિલ્લાના માંડવી તાલુકામાં 37 મીમી, ઉમરપાડામાં 12 મીમી અને તાપી જિલ્લાના વ્યારામાં 22 મીમી, ડોલવણમાં 15 મીમી, સોનગઢમાં 1 મીમી નોંધાયો હતો. શહેરમાં સવારે બે કલાક વરસાદ વરસ્યા બાદ ઉઘાડ નીકળ્યો હતો. ત્યારબાદ વરસાદ નોંધાયો ન હતો.
હવામાન વિભાગના જણાવ્યાનુસાર શહેરનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27.4 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 78 ટકા અને સાંજે 73 ટકા રહ્યું હતું. સાઉથ-વેસ્ટ દિશાથી 5 કિ.મીની ગતિએ પવનો ફૂંકાયા હતા. આગામી બે દિવસ સુધી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉકાઇ ડેમની સપાટી 316.19 ફૂટ નોંધાઇ છે. 2 હાઇડ્રો યુનિટ શરૂ કરી 13 હજાર ક્યુસેક કેનાલમાં ડિસ્ચાર્જ કરાઇ રહ્યું છે. કોઝવેની સપાટી 5.02 મીટર નોંધાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.