તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીનગરની વિજિલન્સની ટીમે સુરત શહેરના રાંદેરમાં આરીફ કોઠારીની જુગારની ક્લબ પરથી 39 જુગારી પકડ્યા હતા. શનિવારે સવારે 11.30 વાગ્યે દરોડાની કાર્યવાહી કરી તે રવિવારે બપોરે 2.30 વાગ્યા સુધી ચાલી હતી. પછી વિજિલન્સે ગત મોડી સાંજે રાંદેર પોલીસમાં જુગારધારાની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે આજે પોલીસ કમિશનર દ્વારા રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ ડીવી બલદાણીયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જુગારધામ પર કરાયેલી રેડ બાબતે સેક્ટર-1ને તપાસ સોંપવામાં આવી છે.
49 જુગારીઓને વોન્ટેડ જાહેર કર્યા છે
પકડાયેલા જુગારીઓમાં મજૂરીકામ, કાપડનો વેપારી, નોકરીયાત, ખેતી, રિક્ષાચાલક, શાકભાજી, બુક બાઇડીંગ, પાનનો ગલ્લો, માલીસ ઉપરાંત 4 થી 5 જણા નિવૃતો જુગાર રમવા આવતા હતા. જયારે આરીફ કોઠારી, યોગેશ ટંડેલ, રાઇટરો પાસેથી પૈસા લેનાર નઇમ, 7 મોબાઇલ ધારકો તેમજ 39 વાહનચાલકો સહિત 49 વોન્ટેડ જાહેર કર્યા છે. વધુમાં વિજિલન્સની કોઈને ગંધ ન આવી જાય તે માટે અમુક સ્ટાફને રેડની ખબર હતી. છેલ્લા 7 માસ જુગારની ક્લબ આરીફ કોઠારી ચલાવતો હતો અને તેનું હેન્ડલિંગ યોગેશ ટંડેલ કરતો હતો.
બે માળના મકાનમાં ચાલતી હતી જુગારની ક્લબ
રાંદેર પોલીસની હદમાં રાંદેર શીતલ ટોકિઝ નજીક બે માળના મકાનમાં ચાલતી જુગારની ક્લબ પર ગાંધીનગરની વિજિલન્સે શનિવારે બપોરે રેડ પાડી હતી. વિજિલન્સની રેડને પગલે જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. વિજિલન્સની ટીમ ટોકન સિસ્ટમની ચાલતી જુગારની ક્લબ પરથી 39 જુગારીઓને પકડી પાડયા છે. 14.90 લાખની 45 બાઇક, 35 મોબાઇલ 88500 અને 3.19 લાખની રોકડ મળી 18.98 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ડેઇલી 7 લાખથી વધુનો જુગાર રમાતો હોવાની ચર્ચા
જુગારની ક્લબ યોગેશ ટંડેલ(રહે,શીતલ ચાર રસ્તા,રાંદેર) અને આરીફ ગુલામ મોહંમદ કોઠારી(રહે,રાંદેર) ચલાવતા હતા. બન્ને ત્યાંથી ભાગી જતા વોન્ટેડ જાહેર કર્યા છે. જુગારની ક્લબમાં નાસતો, જુગાર રમવા માટે ભાવ લખેલા ટોકન આપી જુગાર રમાડતાં હતા. ડેઇલી 7 લાખથી વધુનો જુગાર રમાતો હોવાની પણ વાત છે. વિજિલન્સની રેડને પગલે મોટાપાયે ચાલતા જુગારના અડ્ડાઓ ટપોટપ બંધ થઈ ગયા હતા.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.