તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:રાંદેર જુગાર કલબ, 39 સામે 27 કલાકે FIR, 49 વોન્ટેડ, પકડાયેલા પૈકી મોટેભાગના વડીલો નીકળ્યા

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

વિજીલન્સની ટીમે રાંદેરમાં આરીફ કોઠારીની જુગારની ક્લબ પરથી 39 જુગારી પકડયા હતા. શનિવારે સવારે 11.30 વાગ્યે દરોડાની કાર્યવાહી કરી તે રવિવારે બપોરે 2.30 વાગ્યા સુધી ચાલી હતી. પછી વિજીલન્સે મોડી સાંજે રાંદેર પોલીસમાં જુગારધારાની ફરિયાદ નોંધાવી હતી. પકડાયેલા જુગારીઓમાં મજૂરીકામ, કાપડનો વેપારી, નોકરીયાત, ખેતી, રિક્ષાચાલક, શાકભાજી, બુક બાઇડીંગ, પાનનો ગલ્લો, માલીસ ઉપરાંત 4 થી 5 જણા નિવૃતો જુગાર રમવા આવતા હતા. જયારે આરીફ કોઠારી, યોગેશ ટંડેલ, રાઇટરો પાસેથી પૈસા લેનાર નઇમ, 7 મોબાઇલ ધારકો તેમજ 39 વાહનચાલકો સહિત 49 વોન્ટેડ જાહેર કર્યા છે.

વધુમાં વિજીલન્સની કોઈને ગંધ ન આવી જાય તે માટે અમુક સ્ટાફને રેડની ખબર હતી. છેલ્લા 7 માસ જુગારની ક્લબ આરીફ કોઠારી ચલાવતો હતો અને તેનું હેન્ડલિંગ યોગેશ ટંડેલ કરતો હતો. જુગારની ક્લબ પરથી એક શખ્સ વિજિલન્સના નામે હપ્તો લઈ જતો હોવાની વાત પોલીસ બેડામાં ચર્ચાઈ છે. જુગારની ક્લબ કોના કહેવાથી શરૂ થઈ તે મોટો સવાલ છે. ડીજીપી રાંદેર પોલીસ સામે શિક્ષાત્મક પગલા ભરે તેવી શકયતા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો