ઓમિક્રોનનો ભય:બોત્સવાનાથી આવેલા રાંદેરના ડાયમંડના વેપારીને ચેપ, સેમ્પલ જીનોમ માટે મોકલાયા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 7 દિવસના ક્વોરન્ટાઇન બાદ રિપોર્ટ કરાતા વેપારી પોઝિટવ આવ્યા
  • વેપારીને​​​​​​​ કોઇ લક્ષણ નથી, સંપર્કમાં આવેલા 61નો રિપોર્ટ પેન્ડિંગ

અઠવાડિયા અગાઉ જ બોત્સવાનાથી આવેલા રાંદેર ઝોન વિસ્તારમાં છાપરાભાઠા-વરિયાવ ખાતે રહેતા ડાયમંડના વ્યવસાય સાથે સંકળાયેલા 32 વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વેપારીનો સાત દિવસનો ક્વોરન્ટાઇન પીરિયડ પૂર્ણ થતાં આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં રિપોર્ટ પોઝિટીવ આવતા તેમના સેમ્પલને જીનોમ સિક્વન્સિંગ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. હાલ તેમને ખાનગી હોસ્પિટલ ખાતે આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જ્યાં દર્દીને કોઇપણ લક્ષણો નથી અને તેની સ્થિતિ પણ હાલ સ્ટેબલ છે.

દર્દીએ કોવિશિલ્ડના બંને ડોઝ લીધા છે. ડાયમંડ વ્યવસાયી સુરતમાં ભાઇ-ભાભી અને 3 વર્ષના ભત્રીજા સાથે રહે છે. તેઓ 1 ઓક્ટોબરના રોજ ગેબ્રોન, બોત્સવાના ગયા હતા. જ્યાં 11 ડિસમ્બર સુધી રહ્યા હતા. 11 ડિસેમ્બરે પરત આવવા તેઓએ ગેબ્રોનથી અદિસા અબાબા (યુથોપિયા) સુધીની મુસાફરી કરી હતી. અદિસા અબાબાથી 12 ડિસમ્બરના રોજ સવારે દિલ્હી એરપોર્ટ પર આવતા ત્યાં રેપિડ આરટીપીસીઆર ટેસ્ટ નેગેટીવ આવ્યો હતો. બાદમાં 12મીએ જ તેઓ દિલ્હી એરપોર્ટથી ફ્લાઇટમાં સુરત આવતા હોમ ક્વોરન્ટાઇન કરાયા હતા. કોન્ટેક્ટ ટ્રેસિંગ કરી તેમના સંપર્કમાં આવેલા 61 લોકોના પાલિકાએ ટેસ્ટ કર્યા હતા. જેનો રિપોર્ટ હાલ પેન્ડિંગ છે.

સરકારની ગાઇડલાઇન મુજબ એટ રિસ્ક કન્ટરી માંથી આવતા મુસાફરોએ સાત દિવસ ક્વોરન્ટાઇન રહ્યા બાદ આરટીપીસીઆર ટેસ્ટ કરવાનો રહે છે. જે મુજબ 18મીના રોજ આરટીપીસીઆર ટેસ્ટ કરાવતા વેપારી પોઝિટિવ આવ્યા છે. દર્દીને અન્ય કોઇ ગંભીર બીમારી નથી. દર્દીના ભાઇ-ભાભીનો રિપોર્ટ નેગેટીવ છે. બંને ફુલ્લી વેક્સિનેડેટ છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં શહેરમાં ઓમિક્રોનના બે કેસ નોંધાઈ ચુક્યા છે. જ્યારે બે કેસ હાલ શંકાસ્પદ છે. જેમનો હજુ જીનોમ સિક્વન્સિંગમાંથી રિપોર્ટ આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...