તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:બિલ્ડર-ડાયમંડના વેપારીની 17 વર્ષીય દીકરી રેન્સી 15મીએ દીક્ષા ગ્રહણ કરશે

સુરત12 દિવસ પહેલા
 • કૉપી લિંક
રેન્સીએ ધો.7 સુધી અભ્યાસ કર્યો છે - Divya Bhaskar
રેન્સીએ ધો.7 સુધી અભ્યાસ કર્યો છે
 • 13થી 15 ફેબ્રુઆરી દરમિયાન ગુરૂરામ પાવનભૂમિ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાશે

પાલ વિસ્તારમાં રહેતા લાલન પરિવારની 17 વર્ષની દીકરી રેન્સી સાંસારિક સુખોને ત્યાગી પ્રવજ્યાના પંથે જશે. પાલના શંખેશ્વર હાઇટ્સમાં રહેતા અને બિલ્ડર તેમજ ડાયમંડના વેપારી જયેશભાઈ સેવંતીલાલ લાલનની 17 વર્ષની દીકરી રેન્સી લાલનએ દીક્ષાનો માર્ગ પસંદ કર્યો છે. તે 15મી ફેબ્રુઆરીના રોજ સવારે 5.30 કલાકે ગુરૂરામ પાવનભૂમિ પાલ ખાતે ગચ્છાધિપતિ અભયદેવસૂરિશ્વરજી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરશે. રેન્સીની દીક્ષા પહેલા ગુરૂરામ પાવન ભૂમિ ખાતે ત્રણ દિવસીય ઉત્સવનું આયોજન કરાયું છે. જેમાં પ્રથમ દિવસે એટલે 13મીએ શક્રસ્તવ અભિષેક, ઉપધાન તપ આરાધકોનો છકિયામાં પ્રવેશ, પાર્શ્વ પદ્માવત પૂજન, કપડા રંગવાનું, મહેંદી-સાંજી, માતૃ-પિતૃ વંદના જેવા કાર્યક્રમો યોજાયા હતા.

રેન્સીના કાકા આશીષભાઈ લાલનએ જણાવ્યું હતું કે, રેન્સીની સગી ફોઈએ 21 વર્ષ પહેલા વર્ષ 2000માં દીક્ષા લીધી હતી. રેન્સી 10 વર્ષની હતી ત્યારે તે એના ફોઈને વેકેશનમાં મળવા જતી હતી. જ્યારે એ સાતમાં ધોરણમાં હતી ત્યારે એની ઇચ્છા ધર્મનાં માર્ગે આગળ વધવાનું થતાં એ અભ્યાસ છોડી એની ફોઇ સાધ્વી અર્પિતાપૂર્ણાજી મહારાજ પાસે રહેવા લાગી હતી. છેલ્લા પાંચ વર્ષથી એ એના ફોઇ પાસે જ રહે છે. પરિવારને દીક્ષા લેવાની વાત કરતા પરિવારે મંજૂરી આપી હતી જેથી રેન્સી 15મીએ દીક્ષા લેશે. રેન્સીનાં પરિવારમાં ફોઈ બાદ તે બીજી વ્યક્તિ હશે જે પ્રવજ્યાને પંથે જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો