તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરત શહેરના ઉમરવાડાનો શ્રમજીવી હાથમાં બીમાર માસૂમ પુત્રને લઈ એક કિલોમીટર સુધી દોડ્યો, પણ એકેય રિક્ષાચાલકે માનવતા ન દાખવી હોવાનો શરમજનક કિસ્સો સામે આવ્યો છે. ખાનગી હોસ્પિટલ બાદ સિવિલ લવાયેલા 3 વર્ષના માસૂમ બાળકને ડોક્ટરોએ મૃત જાહેર કરતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. માસૂમ મનીષકુમાર ત્રણ દિવસથી ઝાડા-ઊલટીમાં સપડાયો હતો. સ્થાનિક ડોક્ટરની દવા લીધા બાદ આજે સવારે તબિયત બગડતાં પુત્રને હાથમાં ઊંચકીને દોડતા લાચાર પિતાને લોકો જોતા રહ્યા, પણ કોઈ મદદે ન આવ્યું હોવાનું પિતાએ જણાવ્યું હતું.
મદદની જરૂર હતી તો કોઈ આગળ ન આવ્યું
રજત સહાની (પીડિત પિતા)એ જણાવ્યું હતું કે અમે બિહારવાસી છ વર્ષથી પરિવાર એટલે કે પત્ની અને બે પુત્રો સાથે ઉમરવાડા ગિરનાર ટ્રાન્સપોર્ટમાં રહી મજૂરી કામ કરતા આવ્યા છે. સાહેબ, દરેક લોકોની મદદમાં મેં ક્યારે કોઈને ના નથી પાડી, પણ આજે જ્યારે મને મદદની જરૂર હતી તો કોઈ આગળ નહિ આવ્યું એનું દુઃખ છે.
પુત્રને હાથમાં ઊંચકીને દોડતો રહ્યો, પણ કોઈને માનવતા યાદ ન આવી
વધુમાં ઉમેર્યું હતું કે મારો મોટો પુત્ર 3 વર્ષીય મનીષકુમારની આજે સવારે અચાનક તબિયત બગડતાં હું તેને લઈ હોસ્પિટલ આવવા રિક્ષાચાલકોને હાથ ઊંચો કરતો રહ્યો, પણ કોઈ ઊભી ના રહી અને જે ઊભા રહ્યા તેમને ઝાડા-ઊલટી હો રહા હૈ, મેરે માસૂમ બેટે કો હોસ્પિટલ તક છોડ દો કહેતાં જ ભાગી જતા હતા. હું કિન્નરી સુધી એક કિલોમીટર કહી શકાય ત્યાં સુધી માસૂમ બીમાર પુત્રને હાથમાં ઊંચકીને દોડતો રહ્યો, પણ કોઈને માનવતા યાદ ન આવી, લોકો જોતા હતા પણ શું થયું એ પૂછતા પણ ગભરાતા હોય એમ લાગતું હતું.
ઝાડા-ઊલટી બાદ અશક્ત થઈ જતાં હોસ્પિટલ દોડ્યા હતા
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે કિન્નરીથી હું નજીકની ખાનગી હોસ્પિટલ પહોંચ્યો, ત્યાંથી મને સિવિલ જવાનું કહેવાતાં હું માસૂમ બાળકને રિક્ષામાં લઈ સિવિલ આવ્યો તો ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. ત્રણ દિવસથી મનીષકુમાર બીમાર હતો. સ્થાનિક ડોક્ટરની દવા લેતા રાહત થતી હતી. રાત્રે ઝાડા-ઊલટી થતાં મેં દવા આપી હતી, પણ સવારે અચાનક ઝાડા-ઊલટી બાદ અશક્ત થઈ જતાં હોસ્પિટલ દોડ્યા હતા. જો કોઈ મદદ મળી ગઈ હોત તો મારું બાળક બચી ગયું હોત, એવી એક પિતાએ વ્યથા વ્યક્ત કરી હતી.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.