તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:‘અમૃતમ’ના કર્મચારી રામાણીએ વિજયને રૂ. 1.85 લાખમાં ટોસિલિઝુમેબ આપ્યું હતું

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પંકજને ઇન્જેક્શન હોસ્પિટલનો ડો. શૈલેશ વાળા આપતો હોવાનું તપાસમાં ખુલ્યું
  • ઇન્જેક્શન મિત્રની માતા માટે લાવી નહીં વપરાતા ભાવેભાવ વેચ્યાનું તબીબનું રટણ

ટ્રાઈસ્ટાર હોસ્પિટલની ડો.હેતલ કથીરિયાના ટોસિલિઝુમેબ કૌભાંડમાં અમૃતમ હોસ્પિટલના કર્મી પંકજ રામાણીની ધરપકડ સાથે એક ડોક્ટરને પોલીસે પૂછપરછમાં લીધા છે. ડોક્ટરે તેના એક મિત્રની માતા માટે ટોસિલિઝુમેબ લાવ્યો હોવાની વાત પોલીસને કરી છે. પછી તે ઇન્જેક્શનની જરૂર ન પડતા જે ભાવે લાવ્યા હોય તેજ ભાવે વેચી દીધાનું પોલીસ સમક્ષ રટણ કર્યું હતું.

પોલીસે જણાવ્યું કે, વિજય કુંભાણીને ઇન્જેક્શન આપવામાં પરવટની અમૃતમ હોસ્પિટલમાં ઓક્સિજનના બાટલા લાવવા-મુકવાનું કામ પંકજ રામજી રામાણી(34)(રહે,હરીકૃષ્ણ રેસીડન્સી,ઉમરા)ની શુક્રવારે સાંજે ધરપકડ કરી છે. પંકજની પૂછપરછમાં ટોસિલિઝુમેબ ડો. શૈલેષ વાળાએ આપ્યું હતું. ડો. વાળા પણ અમૃતમ હોસ્પિટલમાં નોકરી કરે છે અને તે BAMS ડિગ્રી ધરાવતો ડોક્ટર છે. પંકજે ટોસિલિઝુમેબ વિજય કુંભાણીને 1.85 લાખમાં આપ્યું હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.

ટ્રાઈસ્ટારની ડો.હેતલ સહિત 2ને લાજપોર મોકલાયા
​​​​​​​ટ્રાઇસ્ટાર હોસ્પિ.ની ડો.હેતલ કથીરિયા અને જીયોમેક્સ હોસ્પિટલના કર્મી વ્રજેશ મહેતાના પોલીસ રિમાન્ડ પુરા થતા બંનેને કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટએ બન્ને જણાને લાજપોર જેલ મોકલી આપ્યા છે. આ પહેલા ગુરુવારે ડો. હેતલના પિતા રસીક કથીરિયા, પાણીનો વેપાર કરતા વિજય કુંભાણી અને સુરત જનરલ હોસ્પિટલના કેમિસ્ટ મંયકને કોર્ટે લાજપોર ધકેલ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...