• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Ram Madhav, A Member Of The RSS Executive In Surat, Said, "No Matter What Says Satyapal Malik, No One From The Sangh Should Be Involved In Passing The File."

નિવેદનનું ખંડન:સુરતમાં RSSના કાર્યકારિણીના સભ્ય રામ માધવે કહ્યું,-'સત્યપાલ મલિક તો કંઈપણ બોલે, સંઘની કોઈપણ વ્યક્તિ ફાઇલ પાસ કરાવવામાં ન સંડોવાય'

સુરતએક મહિનો પહેલા
રામ માધવે નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિનાં વખાણ કર્યાં હતાં.
  • પુસ્તક વિમોચન કાર્યક્રમમાં રામ માધવે જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ મલિકના નિવેદનનું ખંડન કર્યું

સુરતમાં રામ માધવે લખેલી "હિન્દુત્વ પૈરાડિયમ" પુસ્તકનું વિમોચન યુનિવર્સિટી ખાતે થયું હતું, જ્યાં તેમણે વિશ્વ સામે આવનારા દિવસોમાં કયા પ્રકારના પડકાર છે તેમજ ભારત વિશ્વને કયા પ્રકારે માર્ગદર્શન આપી શકે છે એની વિસ્તૃત ચર્ચા કરી હતી. જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના નિવેદનને લઈને તેમણે કહ્યું હતું કે તેઓ કંઈપણ બોલ્યા કરતા હોય છે. આરએસએસની કોઈપણ વ્યક્તિ આ રીતે ફાઇલ પાસ કરાવવાની વાતમાં સંડોવાયેલી ના હોઇ શકે.

જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ દ્વારા અંબાણી અને આરએસએસની ફાઇલ પાસ કરાવવા માટે મને કરોડ રૂપિયાની ઓફર કરી હોવાનો આક્ષેપ કર્યો છે, આ બાબતે તમારે શું કહેવું છે?
રામ માધવ: એ કયા સંદર્ભમાં બોલ્યા છે એ અંગે મને વધુ માહિતી નથી, પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કોઈપણ વ્યક્તિ આ રીતે ફાઇલ પાસ કરાવવાની કામગીરીમાં સંકળાયેલી ન હોઈ શકે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલી વ્યક્તિ આવી પ્રવૃત્તિઓમાં ક્યારેય સામેલ નથી હોતી.

આ પણ વાંચોઃ સત્યપાલ મલિકે કહ્યું- અંબાણી અને RSSથી જોડાયેલી ડીલમાં ગોટાળો હતો, મને 300 કરોડની લાંચની ઓફર થઈ હતી

બાંગ્લાદેશમાં અલ્પ હિન્દુ સહિતના અલ્પસંખ્યકોની સુરક્ષા થાય અને સરકાર તેને પ્રાથમિકતા આપે એ જરૂરી છે
બાંગ્લાદેશમાં અલ્પ હિન્દુ સહિતના અલ્પસંખ્યકોની સુરક્ષા થાય અને સરકાર તેને પ્રાથમિકતા આપે એ જરૂરી છે

પૂર્વ રાજ્યપાલપદ પર રહેલી વ્યક્તિ આ રીતે ગંભીર આક્ષેપ કરતી હોય તો તમે શું માનો છો?
રામ માધવ: સત્યપાલ મલિક તો કંઈપણ બોલ્યા કરતા હોય છે. તેમણે એવું પણ કહ્યું છે કે 2024માં ભાજપની લોકસભાની ચૂંટણીમાં હાર થશે. ભારતીય જનતા પાર્ટી ખેડૂતો સાથે અન્યાય કરી રહી છે. આવા તમામ મુદ્દાઓ પર તેઓ બોલતા રહે છે અને તેમણે આક્ષેપ કર્યો છે તો સાચી હકીકત આવે, તેમને પૂછવું પડે.

બાંગ્લાદેશની અંદર અલ્પસંખ્યકો પર થઈ રહેલા હુમલા વિશે સરકાર મૌન કેમ છે?
રામ માધવ: બાંગ્લાદેશમાં આગામી થોડા સમય બાદ ચૂંટણી યોજાવાની છે. એને કારણે આ પ્રકારની સમસ્યા અને ઘટનાક્રમ સામે આવી રહ્યાં છે. સરકારમાં છે, પરંતુ બાંગ્લાદેશની સરકારને સંદેશો પહોંચી ગયો છે એવું સ્પષ્ટ રીતે માનું છું. ત્યાંના અલ્પ હિન્દુ સહિતના અલ્પસંખ્યકોની સુરક્ષા થાય અને સરકાર એને પ્રાથમિકતા આપે એ જરૂરી છે. મને જાણવા મળ્યું છે એ મુજબ અલ્પસંખ્યકો પર હુમલાઓ કરનારાઓની મોટી સંખ્યામાં ધરપકડ કરવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરની સ્થિતિ દિવસે ને દિવસે ખૂબ જ સારી થઈ રહી છે-માધવ.
જમ્મુ-કાશ્મીરની સ્થિતિ દિવસે ને દિવસે ખૂબ જ સારી થઈ રહી છે-માધવ.

નવી શિક્ષણ પોલીસને લઈને ખૂબ જ મોટા પ્રમાણમાં ચર્ચા શરૂ થઈ છે. નવી શિક્ષણ નીતિમાં શું ધ્યાન રાખવામાં આવ્યું છે?
રામ માધવ: માત્ર પાશ્ચાત્ય સંસ્કૃતિનો અનુસરણ કરીને આપણે એ જ બીબામાં ઢાળી રહ્યા છે. આપણે ધીરે ધીરે એમાંથી બહાર આવવાની જરૂર છે. આપણા દેશને ધ્યાનમાં રાખીને શિક્ષણ નીતિ તૈયાર કરવામાં આવી છે, જેથી કરીને વિદ્યાર્થીનો યોગ્ય રીતે વિકાસ થઈ શકે. માત્ર એના વિશે પૂરતો નહીં, પરંતુ એ અનેક વિષયોમાં પણ શિક્ષણ લઈને બહાર આવે તેમ જ સંસ્કારોનું પણ સિંચન થાય એવી બાબતોને પણ ધ્યાન રાખવામાં આવી છે. હવે નવી શિક્ષણ પોલિસીને કેટલા ઝડપથી અમલમાં મુકાય છે એ જોવું મહત્ત્વનું છે.

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા થોડા દિવસોથી ફરી એક વખત આતંકવાદીઓ થયા હોય એવું લાગે છે. આતંકવાદીઓ ફરી એકવાર માથું ઊંચકવામાં સફળ થયા છે?
રામ માધવ: જમ્મુ-કાશ્મીરની સ્થિતિ દિવસે ને દિવસે ખૂબ જ સારી થઈ રહી છે. ત્યાં ઉદ્યોગ-ધંધા સારી રીતે ચાલી રહ્યા છે. લોકો પણ પોતાને સુરક્ષિત માની રહ્યા છે. આતંકી પ્રવૃત્તિઓની અંદર બદલાવ આવ્યો છે, એવું લાગી રહ્યું છે. જે પ્રકારે યુવાનોનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે એને લઈને કેન્દ્ર સરકાર તમામ તૈયારીઓ કરીને તેમને જવાબ આપી રહી છે.