તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:પોલીસ સાથે રકઝક, પુરાવા ન હોવાથી આરોપી નિર્દોષ

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક

સરથાણા ખાતે ટ્રાફિક પોલીસના જવાન સાથે થયેલી રકઝક બાદ આરોપી સામે ગુનો નોંધાયો હતો. પરંતુ કોર્ટમાં ફરિયાદી જવાન પુરાવા રજૂ નહીં કરી શકતા કોર્ટે આરોપીને નિર્દોષ છોડતો હુકમ કર્યો હતો. આરોપી તરફે એડવોકટ નિલેશ વઘાસિયાએ દલીલો કરી હતી કે આરોપીને કોઈ જાતનો ટ્રાફિક મેમો આપવામાં આવ્યો નથી.આરોપી જમન સાવલીયા (રહે. આર્શિવાદ રો-હાઉસ, સરથાણા)પોતાના મોપેડ પર જઇ રહ્યો હતો ત્યારે રોંગ સાઇડ પર ટ્રાફિક જવાને પકડીને અહીંથી ન જવા કહ્યું હતું, આ દરમિયાન એક એમ્બ્યુલન્સ પણ આવી રહી નથી. આથી ફરિયાદી પોલીસ જવાન પ્રકાશ બોરિયા સાથે આરોપીની રકઝક થઈ હતી. કોર્ટે નોંધ્યું હતું કે, ફરિયાદમાં બે સ્થળ બતાવવામાં આવ્યા છે. જે શંકા ઉપજાવે છે. ઉપરાંત એમ્બ્યુલન્સ પસાર થતી હોવાના પુરાવા પણ રજૂ કરાયા નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો